તેલુગુ સુપરસ્ટારે જન્મદિન પર ૫ રાજ્યોમાં ફ્રીમાં આઇસ્ક્રીમ ખવડાવ્યો

વિજય દેવરકોંડા આજે ભારત અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો એક્ટર છે. ૯ મેએ વિજય દેવરકોંડાએ પોતાનો ૩૦મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. જન્મદિવસ પર વિજયે ફેન્સને ખાસ ભેટ આપી. વિજય દેવરકોંડાએ ફેન્સને આપેલી ભેટ વિશે જાણીને તમને ખુશી થશે.
અત્યારે ખૂબ ગરમી પડી રહી છે ત્યારે એક્ટરે ફેન્સને આઈસ્ક્રીમ ખવડાવ્યો. આ આઈસ્ક્રીમ પાંચ રાજ્યોના સાત શહેરોમાં વહેંચ્યો. જેમાં હૈદરાબાદ, વિજયવાડા, વારંગલ, તિરુપતિ, બેંગલુરુ, ચેન્નૈ અને કોચ્ચી સામેલ છે. આ કામને પાર પાડવા માટે ૯ ટ્રકની મદદ લેવાઇ હતી.
વિજય હૈદરાબાદના બંજારા હિલ્સ પાસે એક ટ્રકમાં પોતાના હાથે ફેન્સને આઇસ્ક્રીમ વહેંચ્યો. વિજયે ગયા વર્ષે પણ પોતાના બર્થ ડે પર હૈદરાબાદમાં કુલ ૪૦૦૦-૫૦૦૦ જેટલો આઇસ્ક્રીમ વહેંચ્યો હતો.
એક ઈન્ટરવ્યૂમાં વિજયે  હતુ કે, ”જ્યારે હું ૨૫ વર્ષનો હતો ત્યારે મારા બેંક ખાતામાં ૫૦૦થી પણ ઓછી રકમ બચી હતી. પરિણામે આંધ્રા બેંકે મારું એકાઉન્ટ લોક કરી દીધુ અને હવે હું ફોર્બ્સ ઈન્ડયાની સેલિબ્રિટી અને ૩૦ અંડર ૩૦ લિસ્ટમાં છું.”