તેલંગાણા રાજ્યના ખેડૂતે દુબઇમાં ૨૭ કરોડની લોટરી જીતી…

ખેડૂતે પત્ની પાસેથી ઉધાર પૈસા લઇ લોટરીની ટિકિટ ખરીદી હતી…

દુબઇ,
દક્ષિણ ભારતનાં તેલંગાણા રાજ્યના એક ખેડૂતને દુબઇમાં લોટરી લાગતા માલામાલ થઇ ગયો છે. આ ખેડૂતે તેની પત્ની પાસેથી ઉધાર પૈસા લઇને આ લોટરીની ટિકિટ ખરીદી હતી.
મહત્વની વાત એ છે કે, આ ખેડૂત નોકરીની શોધમાં દુબઇ ગયો હતો પણ તેને નોકરી મળી નહી પણ તેણે લોટરીની ટિકિટ ખરીદી હતી અને તેના ભાગ્ય ઊઘડી ગયા હતા. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિનું નામ છે વિલાસ રિક્કાલા. હાલ તે હૈદરાબાદમાં છે. તેને ૨૭ કરોડ રૂપિયાની લોટરી લાગી છે.
૪૫ દિવસ પહેલા રિક્કાલાએ યુનાઇટેડ આરબ એમિરાત છોડીને ભારત પરત ફર્યો હતો. જોકે શુક્રવારે જ્યારે તેને જાણ થઇ કે, તેને ૨૭ કરોડ રૂપિયાની લોટરી લાગી છે ત્યારે બેઘડી તે માની શક્યો નહોતો.
રિક્કાલા પહેલા દુબઇમાં રહેતો હતો અને ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. રિક્કાલાને બે દીકરીઓ છે. છેલ્લા બે વર્ષથી તે લોટરીની ટિકિર ખરીદતો હતો.
દુબઇમાં નોકરી જતી રહ્યા પછી તેણે તેની પત્ની પાસેથી ૨૦,૦૦૦ રૂપિયા ઉધાર લીધા હતા અને તેણે તેના મિત્ર રવિને આપ્યા હતા. રવિએ આ પૈસામાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી.
રિક્કાલાએ ખૂશી વ્યક્ત કરતા કહ્યું કે, મારા આનંદનો પાર નથી અને આ આનંદ માટે મારી પત્નીને શ્રેય આપવો ઘટે,”.