‘તેરી મિટ્ટી’ સોન્ગમાં પરિણીતી ચોપરાએ પોતાનો અવાજ આપ્યો

દુનિયાભરમાં અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ‘કેસરી’ ફિલ્મની કમાણી ૧૫૦ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ચૂકી છે. હાલમાં આ ફિલ્મ રિલેટેડ બીજા ગુડ ન્યૂઝ પણ જાહેર થયા છે. દર્શકોના દિલમાં વસી ગયેલું ‘તેરી મિટ્ટી’ સોન્ગના ફીમેલ વર્ઝનમાં પરિણીતી ચોપરાનો અવાજ સાંભળવા મળશે.
‘તેરી મિટ્ટી’ સોન્ગના કોમ્પોઝર આર્કો પ્રૅવો મુખર્જીએ આ સમાચાર કન્ફર્મ કરતાં કહ્યું કે, માતૃભૂમિ માટે બલિદાન આપનાર શહીદોને અર્પિત ‘તેરી મિટ્ટી’ સોન્ગને લઈને દુનિયાભરમાંથી અનેક લોકોના ઈમોશનલ મેઈલ આવ્યા હતા. ઓરિજિનલ સોન્ગને મળેલો રિસ્પોન્સ જાઈને અમે ન્યૂ વર્ઝન બનાવવાનું વિચાર્યું. આ સોન્ગને ફીમેલ વોઈસ આપવા માટે પરિણીતી પહેલેથી આતુર હતી, આથી અમે તેને જ સિલેક્ટ કરી.અમે ‘તેરી મિટ્ટી’ના ફીમેલ વર્ઝનના શબ્દો પણ બદલી નાખ્યા છે.