‘તારક મહેતા કા..’ના એક્ટરની બે વર્ષની પુત્રીનું રમકડું ગળી જતા મોત

ટેલિવિઝન એક્ટર પ્રતીશ વોરાના પરિવાર પર દુખનો પહાડ તુટી પડ્યો છે. તેની બે વર્ષની દીકરીનું દુખદ અવસાન થયું છે. હકીકતમાં પ્રતીશની દીકરી ૭ મેની રાત્રે તેના ઘરમાં પ્લાÂસ્ટકના રમકડાથી રમી રહી હતી. આ દરમિયાન તે રમતરમતમાં રમકડાનો તુટેલો ટુકડો ગળી ગઈ હતી અને આ ટુકડો શ્વસનનળીમાં ભરાઈ જતા તેનું આકÂસ્મક અવસાન થઈ ગયું હતું.
પ્રતીશ શોનું શૂટિંગ કરવાનો હતો પણ દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ તેણે શૂટિંગ કેન્સલ કરી દીધું અને વતન રાજકોટ જવા રવાના થઈ ગયો. એક રિપોર્ટ પ્રમાણે પ્રતીશ બીજા દિવસે સવારે દીકરીના મૃતદેહ અને પત્ની સાથે રાજકોટ જવા રવાના થઈ ગયા છે અને ત્યાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ સમાચાર જાણીને સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે.
તીશ તેની કરિયરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ક્રાઇમ પેટ્રોલ જેવા શોમાં કામ કરી ચુક્્યા છે. હાલમાં તેઓ પ્યાર કે પાપડમાં જાવા મળી રહ્યા છે. આ સિરિયલમાં તેઓ નંદુ ગુપ્તનાનો રોલ કરી રહ્યા છે. આ એક કોમેડી ડ્રામા સિરિયલ છે. આ સ્ટારકાસ્ટમાં સવર્દા થિગલે, અક્ષય મિશ્રા અને અખિલેન્દ્ર મિશા જેવા એક્ટર્સ શામેલ છે.