તાપસી પન્નુએ લખનઉમાં ‘થપ્પડ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું…

તાપસી પન્નુએ તેની અપકમિંગ ફિલ્મ ‘થપ્પડ’ની તૈયારી શરૂ કરી દીધી છે. હાલ તેણે લખનઉમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. તેણે ઇન્સ્ટા સ્ટોરી મૂકી અનુભવ સિન્હાને ટેગ કરી લખ્યું કે, ‘ચાલો ફરી કંઈક જાદુ કરીએ.’ તેણે ડિરેક્ટર અનુભ સિન્હા સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી લખ્યું કે, ‘આ ફરી સમય છે. આ એ છે જે વર્ષોથી આપણા હૃદયમાં સળગતું હતું. જ્યાં અવાજ ઉઠાવવાની જરૂર છે ત્યાં આવાજ ઉઠાવવાનો સિનેમાએ જે પાવર આપ્યો છે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ.’
‘મુલ્ક’ અને ‘આર્ટિકલ ૧૫’ ફેમ ડિરેક્ટર અનુભવ સિન્હા તેમની ફિલ્મમાં સેન્સિબલ ટોપિક ઉઠાવે છે તે હવે અન્ય મહત્ત્વનો મુદ્દો ઉઠાવવા તૈયાર છે. તેમની આ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર આધારિત છે. તેઓ પહેલીવાર એવી ફિલ્મ બનાવી રહ્યા છે જેનો વિષય મહિલા પર આધારિત છે. ‘મુલ્ક’ બાદ અનુભવ સિન્હા અને તાપસી ફરીવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલીઝ થશે.