તાંડવને લઈ આખરે એમેઝોન પ્રાઈમ વીડિયોએ માગી માફી…

6

મુંબઈ : સૈફ અલી ખાન સ્ટારર વેબ સીરીઝ તાંડવને લઈને ઘણો હંગામો થયો હતો. સમાજના એક વર્ગએ સીરીઝ પર લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. ખૂબ હોબાળો મચાવ્યા બાદ સીરીઝના નિર્દેશક અને નિર્માતા અલી અબ્બાસ ઝફરએ માફી માંગી. તેમના પછી એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. એમેઝોન પ્રાઈમ વીડિયો દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે લખ્યું- ‘એમેઝોન પ્રાઈમ વીડિયોને ખૂબ જ દુખ છે કે પ્રેક્ષકોને હાલમાં શરૂ થયેલી કાલ્પનિક સીરીઝના કેટલાક સીન સામે વાંધો પડ્યો છે. કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનું અમારું લક્ષ્ય નહોતું.
અમે તેના વિશે જાગૃત થયા પછી તે સીન કાઢી નાખવામાં આવ્યા હતા અથવા એડિટ કરવામાં આવ્યા હતા. અમે અમારા પ્રેક્ષકોની વિવિધ માન્યતાઓનું સન્માન કરીએ છીએ અને દુખ પહોંચેલા દર્શકોની માફી માંગીએ છીએ. અમારી ટીમો કંપનીના વિષય મૂલ્યાંકન પદ્ધતિઓનું અનુકરણ કરે છે અને અમે માનીએ છીએ કે પ્રેક્ષકોને સારી રીતે સેવા આપવા માટે આ પદ્ધતિઓનું આધુનિકરણ સમય-સમય પર જરૂરી છે. અમે અમારા ભાગીદારો સાથે મનોરંજક થીમ્સનો વધુ વિકાસ કરવા, ભારતીય કાયદાઓનું પાલન કરવા અને આપણા પ્રેક્ષકોની સંસ્કૃતિ અને માન્યતાઓને માન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
એમેઝોન પહેલા અલીએ તેની માફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું – “અમને ખબર પડી કે વેબ સીરીઝના કેટલાક સીનથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. વેબ સીરીઝની કહાની સંપૂર્ણપણે કાલ્પનિક છે અને અમારી ટીમના કોઈપણ સભ્યનો ઉદ્દેશ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તાંડવાના કલાકારો, ક્રૂ અને પ્રેક્ષકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અમે માફી માંગીએ છીએ.