તમારા શરીરના તમામ અંગો માટે નુકસાનકારક છે ફેટી લિવર, આ રીતે કરો કંટ્રોલ

ચરબીયુક્ત યકૃત (ફેટી લિવર) એક એવો વિકાર છે, જે વધુ પડતી ચરબી બનવાને કારણે થાય છે, જેને કારણે યકૃત એટલે તમારું લિવર ક્ષય થઈ શકે છે. વર્ષ 2019-2018ની સરખામણીમાં આ વર્ષે બિન-આલ્કોહોલ ફેટી લિવર રોગ (NAFLD)ના મામલાઓમાં વધારો થયો છે. જોકે, હજુ સુધી કોઈ નિશ્ચિત આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ડૉક્ટરોનું કહેવુ છે કે, દર મહિને ઓછામાં ઓછાં 10થી 12 નવા મામલા સામે આવી રહ્યા છે, જે દરેક આયુ વર્ગના છે.

તમામ પ્રકારના NAFLD ઘાતક નથી, પરંતુ તેની અવગણના આગળ જતા મુશ્કેલીનું કારણ બની શકે છે. એકવાર જાણકારી મળ્યા બાદ, રોગી એ તે જાણવા માટે વધુ પરીક્ષણો કરાવવા પડે છે, જેમકે લિવરમાં ઘાવ કે સોજો તો નથી ને. લિવર પર સોજાના લગભગ 20 ટકા મામલાઓમાં સિરોસિસ વિકસિત થવાની સંભાવના હોય છે. તેને એક સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી સ્થિતિમાં પ્રગતિ ન થાય, ત્યાં સુધી લક્ષણોની સ્પષ્ટ ઉણપ હોય છે.

લક્ષણો

લિવરની સાઈઝ વધવી, થાક અને ઉપરના ડાબી તરફના પેટમાં દુઃખાવા જેવા લક્ષણો સામેલ છે. જો આ લક્ષણો જાણ્યા બાદ યોગ્ય સારવાર કરવામાં ન આવે તો બળતરા, વધી ગયેલી વાહિકાઓ, લાલ હથેળી અને કમળાનું કારણ બની શકે છે.

લિવરને આ રીતે બનાવો હેલ્ધી અને ફિટ

ફળો, શાકભાજીઓ, અનાજ અને સ્વસ્થ ચરબીથી ભરપૂર વનસ્પતિ આધારિત આહારનું સેવન કરો.

જો તમે વધુ પડતા વજન અથવા મોટાપણાથી ગ્રસ્ત હો, તો પ્રત્યેક દિવસે કેલરીની માત્રા ઓછી કરો અને વધુ વ્યાયામ કરો. જો તમારું વજન યોગ્ય હોય તો સ્વસ્થ આહારની સાથે વ્યાયામ કરવાથી ફાયદો મળશે.