તક્ષશિલા અગ્નિકાંડ મામલે ૧૧ લોકો સામે ચાર્જશીટ દાખલ, ૩ વોન્ટેડ…

૩૫૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરાઇ…

સુરત,
સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૧૧ આરોપીઓ સામે કુલ ૩ હજાર ૫૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસમાં કુલ ૧૬૫ લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે.

જ્યારે કે ૩ આરોપીઓ હિમાંશુ, અતુલ અને દિનેશને ચાર્જશીટમાં વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં ૨૨ માસૂમોએ તેમનો જીવ ગુમાવ્યો હતો.