ડાક્ટરોએ યુવકના પેટમાંથી ૧૧૬ લોખંડની ખીલ્લીઓ,છરા,લોખંડના તાર બહાર કાઢ્યા

રાજસ્થાનના બૂંદી જિલ્લામાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તની સર્જરી બાદ ડોક્ટરોએ તેનાં પેટમાંથી ૧૧૬ લોખંડની ખીલ્લીઓ, લોખંડના છરાં અને લોખંડના તાર બહાર કાઢ્યા છે. સોમવારે કરવામાં આ ઓપરેશન બાદ યુવકની પરિસ્થત હાલ સામાન્ય છે.
ડોક્ટરોએ જણાવ્યું કે, ૪૨ વર્ષીય ભોલા શંકર માનસિક રીતે બીમાર છે. તેના પેટમાં લોખંડની ખીલ્લીઓ, છરાં અને તાર કેવી રીતે આવ્યા, એ હજુ બતાવી શકતો નથી. જા કે, ડોક્ટરોનું કહેવું છે કે, ભોલા શંકરને લોખંડનો સામાન ખાવાની આદત છે, જેના કારણે તે આ બધો સામાન ગળી ગયો હતો.
ભોલા શંકરના પિતા મદનલાલે  કે, ૨૦ વર્ષ પહેલાં તેમનો પુત્ર બાગકામ કરતો હતો. તે માનસિક બીમાર થઈ ગયો તો તેણે કામ છોડી દીધું હતું. તેને પેટમાં દુખાવા લાગ્યું તો અમે તેને ડોક્ટરની પાસે લઈ ગયા હતા. ડોક્ટરોએ જ્યારે ભોલા શંકરના પેટને સ્કેન કર્યું તો તેઓ દંગ રહી ગયા હતા. તેના પેટમાં ખીલ્લી, છરાં અને તાર દેખાતા હતા.
ટીમમાં સામેલ જિલ્લા હોસ્પટલના ડો. અનિલ સૈનીએ જણાવ્યું કે, બીજી વખત કરાયેલાં ડિઝિટલ એક્સ રેમાં ભોલાના પેટમાં ખીલ્લીઓ, છરાં અને તાર સ્પષ્ટ રીતે જાવા મળતા હતા. જે બાદ ડોક્ટરોએ તાત્કાલિક સર્જની સલાહ આપી હતી. તેઓએ  કે, દોઢ કલાક સુધી ભોલાનું ઓપરેશન ચાલ્યું હતું. અને તે દરમિયાન ભોલાનાં પેટમાંથી લોખંડનો સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. ડોક્ટરોએ  કે, પેટમાંથી નીકાળેલી દરેક ખીલ્લીઓની લંબાઈ ૬.૫ ઈંચ છે.