ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી : મંદિર નવા શણગાર સાથે અદ્યતન રોશનીથી સજાવાયું…

ડાકોર : ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભાવિકોમાં અનેરો થનગનાટ જોવાયો છે યાત્રધામ ડાકોરમાં કૃષ્ણ જન્મની ભારે ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ડાકોર મંદિરને નવા શણગાર સાથે અદ્યતન રોશનીથી સજ્જ કરી દેતાં મંદિરનો નજારો નયનરમ્ય દેખાઈ રહ્યો છે. ખેડા જિલ્લા અને ડાકોર પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

ડાકોરનાં રણછોડજીનો જન્મદિન ઉજવવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે આજે આઠમ એટલે કે જન્માષ્ટમીના દિને સવારે 6.30 કલાકે નિજમંદિર ખુલ્યું હતું. ત્યાર બાદ 6.45 કલાકે મંગળા આરતી થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતાં. શ્રાવણ માસમાં જન્માષ્ટમી પર્વે ડાકોરના ઠાકોરની મંગળા આરતીનું અનેરું મહત્વ હોય છે. ડાકોર સહિત આસપાસના ગામના અનેક શ્રાધ્ધાળુઓ વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવા ઉમટી પડયા હતા.