ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા બીલ ગામ સહિત અન્ય ગામોમાં ગણેશજીની પૂજા-અર્ચના કરાઈ…

વડોદરા : દુંદાળા દેવ ગજાનનની પૂજા-અર્ચનાના પર્વ ગણેશ મહોત્સવની વડોદરા શહેર સહિત જિલ્લામાં આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે બીલ ગામ સહિત ચાપડ, સમિયાલા ગામમાં આયોજીત ગણેશ મહોત્સવમાં ડભોઈ વિધાનસભા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) દ્વારા વિઘ્નહર્તા ગજાનંદ મહારાજની આરતી કરવામાં આવી છે. દરમ્યાન બીલ ગામમાં જય રણછોડ ગ્રુપના સભ્યો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટાનું સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા.

  • Ravindra Patel