ટ્‌વટર પર ૧૧ મિલિયન ફોલોઅર સાથે ભાજપ બની દુનિયાની સૌથી મોટી પાર્ટી

Bankura: BJP workers during an election campaign for the forthcoming Lok Sabha elections, in West Bengal's Bankura, on May 2, 2019. (Photo: Indrajit Roy/IANS)

ચૂંટણી જીતવા માટે પ્રચાર-પ્રસારની સાથે સોશિયલ મીડિયાની પણ મહત્વની ભૂમિકા હોય છે. તમામ પાર્ટી ટ્‌વટરમાં પોતાના ફોલોઅર વધારવા માટે સક્રિય રહેતી હોય છે. રાજકીય પાર્ટીઓ ડિઝીટલ કેમ્પેઈન પણ ચલાવતી નજરે ચડતી હોય છે.
ભાજપ એ બાબતે વધુ સક્રિય છે. સત્તાધારી ભાજપે ટ્‌વટરમાં ૧૧ મિલિયન ફોલોઅર સાથે વિશ્વની તમામ રાજકીય પાર્ટીને પાછળ રાખી નવો રેકોર્ડ બનાવ્ચો છે. ભાજપની હરીફ પાર્ટી કોંગ્રેસને ૫.૧૪ ફોલોઅર છે.
અમેરીકાની વાત કરવામાં આવે તો અમેરીકાની રિપબ્લકન પાર્ટીને ૧૬,૩૨૭ ફોલો કરે છે અને ડેમોક્રેટિક પાર્ટીને ૧,૫૮૮,૬૬૨ લોકો ફોલો કરે છે.
ભાજપને સોશિયલ મીડિયામાં ફોલો કરવામાં યુવા વર્ગ વધુ છે અને વર્તમાન લોકસભા ચૂંટણીમાં લગભગ ૮૪ મિલિયન લોકોએ પહેલી વખત મતદાન કર્યું અથવા કરવાના છે.
પાર્ટીને બદલે વ્યક્તની વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદીને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્‌વટર પર કુલ ૧૧.૦૯ કરોડ ફોલોઅર છે. અમેરીકાના પૂર્વ રાષ્ટપતિ બરાક ઓબામા ૧૮.૨૭ કરોડ ફોલોઅર સાથે પ્રથમ નંબરે આવે છે અને ડોનાલ્ડ ટ્રંપને ટ્‌વટર પર ૯.૬ કરોડ ફોલોઅર છે.