ટ્‌વટરથી એક્ઝટ પોલ અંગેની તમામ પોસ્ટ હટાવવા ચૂંટણી પંચનો આદેશ

ચૂંટણી પંચે ટ્‌વટરમાંથી એક્ઝટ પોલ સંબંધિત તમામ ટ્‌વીટ હટાવવાના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચને આ અંગે કેટલીક ફરિયાદો મળી હતી. ત્યારબાદ પંચે આ આદેશ આપ્યો હતો. ફરિયાદ કોના તરફથી મળી હતી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ તરફથી કોઈ આદેશ જાહેર નથી કરાયો. અમારી સામે માત્ર એક મામલો આવ્યો હતો જેને યુઝરે જ હટાવી દીધો હતો. તેના એક દિવસ પહેલાં ત્રણ મીડિયા હાઉસને કારણદર્શક જણાવો (કારણ જણાવો નહીં પણ કારણદર્શક નોટિસ કહેવાય) નોટિસ ઈશ્યૂ કરાઇ હતી. આરોપ હતો કે આ મીડિયા હાઉસે લોકસભા ચૂંટણીના અનુમાનિત પરિણામોને લઈને એક સર્વે પ્રકાશિત કર્યો હતો.
રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પિપલ્સ એક્ટની ધારા ૧૨૬-એ મુજબ કોઈ પણ વ્યક્ત ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝટ પોલને પ્રિન્ટ કે ઈલેકટ્રોનિક મીડિયા પ્રકાશિત કે તેનો પ્રચાર ન કરી શકે. ચૂંટણીનો સમય પહેલાં દિવસના વોટિંગથી શરૂ થઈને અંતિમ દિવસના મતદાનના અડધા કલાક સુધી માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝટ પોલને પ્રકાશનની મંજૂરી નથી હોતી.