ટ્રોલિંગ ટાઇમપાસ માટે જ છેઃ શાહિદ કપૂર

શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંઘ’નું ટ્રેલર જાનારા મોટા ભાગના લોકોએ એની પ્રશંસા કરી છે, પરંતુ અનેક લોકોએ એની ટીકા પણ કરી છે. એમાં હિંસા અને વધારે પડતા ગુસ્સાની ટીકા કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા ટ્રોલ્સ વિશે શાહિદ કહે છે કે, ‘સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે, સોશિયલ મીડિયા પર ટીકા કરનારી આ વ્યક્તઓ કોણ છે અને કોણ કયા કારણથી તમારી ટીકા કરે છે. આજકાલ તો ટીકા કરવી ખૂબ જ કોમન થઈ ગયું છે. એ લોકો ફક્ત ટીકા જ કરે છે. એટલે કે, ફક્ત ટાઇમપાસ કરે છે. મારા પરિવારના સભ્યો અને મારી સાથે કામ કરનારા લોકોની જ વાત મારા માટે મહત્વની છે. સૌથી જરૂરી ફિલ્મનો ડિરેક્ટર હોય છે. જે તમારા કામથી સેટિસ્ફાય થાય એ જરૂરી છે. કેમ કે, ડિરેક્ટરના વિઝન પર જ ફિલ્મ બની હોય છે.’