નારોલ પોલીસે એક ટ્રક સાથે બે લોકોની અટકાયત કરી હતી. જેની તપાસ કરતાં ૨૦૦ થેલી યુરિયા ખાતર મળી આવ્યું હતું. અટકાયત કરાયેલા બે લોકોની પ્રથામિક તપાસમાં આકાશ ફેશન ટ્વન્સ ફેક્ટરીનું નામ બહાર આવ્યું હતું. જે બાદ પોલીસ ફેક્ટરીમાં ગઇ હતી અને ત્યાં તપાસ કરતાં વધુ ૧૦૦ થેલી ખાતર મળી આવ્યું હતું. આ ફેક્ટરી નારોલ વિસ્તારમાં જ આવેલી હોવાનું જાણવા મળી છે. જાકે, હવે સવાલ ઉભા થઇ રહ્યાં છે કે, ખાતરનો જથ્થો ઝડપાયાને ૪૮ કલાક થઇ ગયા હોવા છતાં પોલીસને કોઇ મોટી સફળતા હાથ લાગી નથી. જ્યારે ફેક્ટરી માલિક નરેશ શર્મા ક્્યારે પકડાશે? આ મામલે ફેક્ટરી માલિકની સંડોવણી છે કે કોઇ બીજાની? ખેતીવાડી અધિકારી તપાસ માટે ક્્યારે પહોંચશે?
આ સગગ્ર મામલે પોલીસે એગ્રીકલ્ચર વિભાગની પણ મદદ માગી છે અને યુરિયા ખાતરને લઇને એક રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે, આ ખાતરનો ઉપયોગ માત્ર ખેડૂતો જ કરી શકે છે. ફેક્ટરી માલિક આ ખાતરનો ઉપયોગ કરી શકે નહીં. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.