ટોક્યો ઓલિમ્પિક દરમિયાન ખેલાડી ઊંચા અવાજે વાત કરી શકશે નહીં…

ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ ગેમ્સ અંગે જરૂરી દિશા-નિર્દેશ…

ટોક્યો : ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ ગેમ્સ અંગે જરૂરી દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. જેના મુજબ ફેન્સના ચીયર કરવા પર પ્રતિબંધ રહેશે. ખેલાડીઓ ઊંચા અવાજે વાત કરી શકશે નહીં અને તેમણે ફિઝિકલ ડિસ્ટન્સ રાખવું પડશે. આટલું જ નહીં ખેલાડીએ ઈવેન્ટ સમાપ્ત થઈ ગયા પછી વહેલામાં વહેલી તકે પોતાના સ્વદેશ પાછા જતા રહેવાનું રહેશે. પ્રેક્ટિસ અને ઈવેન્ટ સિવાય ખેલાડીએ દરેક સમયે માસ્ક પહેરવાનો રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા પર કાર્યવાહી કરાશે. ખેલાડીઓએ જાપાન પહોંચવાના ૭૨ કલાક પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ લઈને આવવું પડશે. તેની સાથે જ ગેમ્સ દરમિયાન દર ૯૬-૧૨૦ કલાક વચ્ચે તેમનો ટેસ્ટ કરાશે. એટલે કે, દર ચોથા કે પાંચમા દિવસે ખેલાડીનો ટેસ્ટ કરાશે.
ટોક્યો ૨૦૨૦ના સીઈઓ તોશીરો મુતોએ કહ્યું કે, ‘આ કાયદો નથી, પરંતુ આપણે સાવચેત રહેવા અને લોકોને સાવચેતી રાખવા કહેવાની જરૂર છે. અત્યારે જાપાન આવતા ૧૪ દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવાનો નિયમ છે. ખેલાડીઓ અને બહારથી આવનારા ફેન્સને છૂટ અપાશે. જોકે, ફેન્સે અહીં પહોંચ્યા પછી ટ્રેકિંગ એપ ડાઉનલોડ કરવાની રહેશે. મુતોએ કહ્યું કે, આ નિયમો તહેવારના બદલે વધુ સરળ હશે. યુકેમાં કોરોના વેક્સિનને સરકારની મંજૂરી મળી ગઈ છે. જે બધા માટે ખુશીના સમાચાર છે.
અમે અત્યારે એવું માનીને નિયમ બનાવી રહ્યા છીએ કે, હાલ વેક્સીન નથી. આ દરમિયાન ગેમ્સના એક વર્ષ ટાળી દેવાના કારણે બજેટમાં લગભગ ૧૭ હજાર કરોડનો વધારો થયો છે. ઓલિમ્પિક માટે કિટિક ખરીદનારા ૧૮ ટકા લોકોએ રિફન્ડ માગ્યું છે. આયોજકોએ કહ્યું કે, ઘરેલુ લોટરી દરમિયાન શરૂઆતમાં વેચાયેલી ૪૪.૫ લાખમાંથી ૮.૧૦ ટિકિટો માટે રિફન્ડ મગાયું છે. ટિકિટ ખરીદનારા નવેમ્બરના અંત સુધી રિફન્ડ માટે અરજી કરી શકતા હતા. આ ટિકિટોને ફરીથી વેચાશે.