ટેસ્લાના માલિક એલન મસ્ક ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા…

9

મસ્કની સંપત્તિમાં ૧૧૦૦ કરોડ ડોલરની વૃદ્ધિ થઈ…

USA : અમેરિકન કાર નિર્માતા કંપની ટેસ્લા અને સ્પેસએક્સના માલિક અલન મસ્ક ફરીથી દુનિયાના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે.
બે દિવસ પહેલા એલન મસ્કને પાછળ છોડી એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ પહેલા નંબર પર આવી ગયા હતા. જો કે હવે એલન મસ્કે એક વાર ફરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. એલનની સંપત્તિ રોકેટની જેમ વધી રહી છે. એલનની સંપત્તિ ૧૯૯.૯ બિલિયન ડોલર થઈ ગઈ છે. હવે બેજોસ નંબર ૨ પર ઘસી ગયા છે. બેજોસની સંપત્તિ ૧૯૪.૨ બિલિયન ડોલર છે.
એલન મસ્તની રોકેટ કંપની સ્પેસએક્સએ આ મહિને રોકાણકારોના સમૂહ સેકિયા કેપિટલથી એક અને ૮૫૦ મિલિયન ડોલર રોકાણ ભેગુ કર્યુ છે. આ બાદ એલન મસ્કની સંપત્તિમાં ૧૧૦૦ કરોડ ડોલરની વૃદ્ધિ થઈ છે. ઈન્ડેક્સ અનુસાર કંપનીની રાફઉન્ડ વેલ્યૂ લગભગ ૭૪ બિલિયન ડોલર છે. ઓગસ્ટની સરખામણીએ ૬૦ ટકા વધારો થયો છે. મસ્કની કુલ સંપત્તિ લગભગ ૧૧ બિલિયન ડોલર વધારવામાં મદદ કરી. મસ્કની સંપત્તિ વધીને ૨૦,૦૦૦ કરોડ ડોલર એટલે કે ૧૪.૮૦ લાખ કરોડ થઈ ગઈ છે. ગત ૨૪ કલાકમાં તેમની સંપત્તિ ૯૨૦ કરોડ ડોલર વધી ગઈ છે. ત્યારે આ વર્ષે અત્યાર સુધી તેમની સંપત્તિમાં ૩૦૨૦ કરોડ ડોલરનો વધારો થયો છે.
જેફ બેજોસની કુલ સંપત્તિ ૧૯૪૦૦ કરોડ ડોલર એટલે કે લગભગ ૧૪.૩૫ લાખ કરોડ રુપિયા છે અને આ મામલામાં તે અમીર અરબપતિઓની યાદીમાં હવે બીજામાંથી પહેલા નંબર પર આવી ગયા છે. આ ઉપરાંત આ અઠવાડિયામાં મસ્કે સોશિયલ મીડિયા એપ ક્લબહાઉસ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક ચેટ માટે આમંત્રિત કર્યા છે. ક્રેમલિનના એક પ્રવક્તાએ કહ્યું કે પુતિન સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા પરંતુ તેમણે કહ્યું કે નિમંત્રણ નિશ્ચિત રુપથી બહું રસપ્રદ હતુ.

  • Yash Patel