ટેસ્ટ મેચ રમવા માટે ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન…

11

અમદાવાદ : અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરામાં ૨૪ ફેબ્રુઆરીએ રમાનારી ઇન્ડીયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે બંને ટીમ આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી છે. ટીમ ઈન્ડિયામાંથી કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે હાર્દિક પંડ્યા તથા ચેતેશ્વર પુજારા આવી પહોંચ્યા હતા.
૧,૧૦,૦૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં ૫૫,૦૦૦ લોકોને પ્રવેશ આપવામાં આવશે, ત્યારે ખેલાડી અને પ્રેક્ષકો તથા વીવીઆઇપી મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં પોલીસ તરફથી પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ સ્ટેડિયમમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ સ્ટેડિયમમાં ફૂટ પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જે ગ્રાઉન્ડમાં મેચ રમાવાની છે તે ગ્રાઉન્ડમાં પણ બારીકાઈથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમ જેમ મેચના દિવસો નજીક આવતા જશે તેમ તેમ બંદોબસ્ત અને ચેકિંગ પણ વધારવા આવશે.