ટેલિવિઝનના પોપ્યુલર શો Man vs Wildમાં અનોખા અંદાજમાં જોવા મળશે PM મોદી…

ડીસ્કવરીના મશહૂર શો મેન વર્સેજ વાઇલ્ડમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી નજરે પડશે : 12મીએ થશે પ્રસારિત…

ઇન્ટરનેશનલ ટાઇગર્સ ડે પર શોના હોસ્ટ બેયર ગ્રિલ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપતા પ્રધાનમંત્રી મોદીની સાથે ભારતના વન્ય જીવ સંરક્ષણ માટેના ઉપાયોને લઇને ખાસ શો શૂટ કર્યો. PM મોદીફેમસ શોના પ્રેઝનેન્ટરની સાથે ભારતની વિશાળ પ્રાકૃતિક વિવિધતા અને પ્રકૃતિ સંરક્ષણ ઉપાયો પર પણ ચર્ચા કરતા જોવા મળ્યા.

શોના હોસ્ટ બેયર ગ્રિલ્સે ટ્વીટ કરતા લખ્યુ કે, ”180 દેશના લોકો ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનોખા રૂપથી પરિચિત થશે. PM મોદી જણાવશે કે કેવી રીતે ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે જાગરૂકતા અભિયાન અને ભૌગોલિક પરિવર્તનો માટે કામ થઇ રહ્યુ છે. Man vs Wildમાં મારી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડિસ્કવરી પર 12 ઓગસ્ટના જુઓ.”

સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરેલી વીડિયોમાં પ્રધાનમંત્રી એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બિંદાસ હસતા અને ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. PM શોના ફોર્મેટ અનુસાર, એક સ્પોર્ટ્સ ડ્રેસઅપમાં છે જે ગ્રિલ્સની સાથે નાની હોડીમાં બેસીને નદી પાર કરી રહ્યા છે, જંગલમાં ચઢાઇ કરી રહ્યા છ. શિકાર અને બીજા કામ માટે ગ્રિલ્સે પોતાના શોમાં જંગલનાં રહેલી વસ્તુઓથી સાધન બનાવે છે તેની એક ઝલક પણ વીડિયોમાં જોવા મળી રહી છે.