ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩ના મોત

મોડાસા હિંમતનગર રોડ પર રસુલપુર ખાતે દૂઘના ટેન્કર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં દૂધના ટેન્કરે કારને પાછળથી ભીષણ ટક્કર મારી હતી. આ ઘટનામાં કાર સવાર ત્રણ લોકોનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, જ્યારે અન્ય ૩ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનામાં કારમાં સવાર તમામ મૃતકો મુલોજ ગામના હોવાનું સામે આવ્યું છે. આ મામલે મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં ટેન્કરે કારને એટલી ભીષણ ટક્કર મારી હતી કે, કાર રસ્તા પરથી બાજુમાં ધકેલાઇ ગઇ હતી, અને તેનું પડીકું વળી ગયું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ ભેગા થઇને રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોÂસ્પટલમાં ખસેડ્યા હતા. અને આ અકસ્માતમાં ફરાર દૂઘના ટેન્કર ડ્રાઇવરની શોધખોળ આરંભી છે.