ટૂંક સમયમાં માર્કેટમાં આવશે 20 રૂપિયાની નવી નોટ, આ છે ફિચર્સ

8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી બાદ ચલણી નોટોમાં ફેરફાર હજી ચાલી રહ્યો છે અને તે હવે પોતાના અંતિમ પડાવ પર હોય એવું લાગી રહ્યું છે. 2000, 5000, 100, 50, 10 રૂપિયાની ચલણી નોટો બાદ હવે 20 રૂપિયાની નવી નોટ પણ માર્કેટમાં લોન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની વેબસાઇડ પર નવા નોટોના ફિચર્સ શુક્રવારે જાહેર કર્યા હતા.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જલદી જ 20 ની નોટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મહાત્મા ગાંધીની નવી સીરિઝ હેઠળ બહાર પડનારી આ નોટ પર પહેલી વખત નવા ગવર્નક શક્તિકાંત દાસની સહી હશે. આ સાથે RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે નવી 20ની નોટ આવ્યાં બાદ પણ જૂની ચલણી નોટો લીગલ ટેન્ટર રહશે, નવા નોટનો આકાર 63mm x 129mm હશે. બાકી બધા ફિચર્સ એવા જ રહેસ જે પહેલી નોટોમાં છે.

રિઝર્વ બેંક તરફથી નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે 20 રૂપિયાની નવી નોટનો કલર લીલા-પીળા રંગનો હશે, નોટની પાઠળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવવા માટે એલોરાની ગુફાઓના ચિત્રો હશે.

ઉલ્લેખનીય છે કે 2016માં નોટબંધી બાદ નવી નોટો બહાર પડ્યા બાદ લાંબા સમયથી આવી અટકળો ચાલી રહી હતી કે સરકાર 20ની નવી નોટ બહાર પાડશે. શુક્રવારે RBI એ તેની ડિઝાઇન બતાવીને અટકળોને હકીકતમાં ફેરવ્યું છે.