ટૂંક સમયમાં જ ‘અવતાર’નો આ રૅકોર્ડ તોડી શકે છે ‘Avengers Endgame’

એપ્રિલમાં રીલિઝ થયેલી હોલિવુડ સુપરહીરો ફિલ્મ ‘Avengers Endgame’ દુનિયાભરના બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. ‘Avengers Endgame’ પોતાની જ ફ્રેન્ચાઈઝીની અગાઉની ફિલ્મ ‘Avengers: Infinity’નો રેકોર્ડ તોડીને હવે રોજ નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. ‘Avengers Endgame’એ આગળ હોલિવુડની તમામ ફિલ્મોને કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. ‘Avengers Endgame’ માત્ર એક અઠવાડિયામાં જ દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં છઠ્ઠા નંબર પર આવી ગઈ છે.

જે સ્પીડથી ‘Avengers Endgame’ કમાણી કરી રહી છે, તેને જોતા લાગી રહ્યું છે કે, થોડાં જ દિવસોમાં તે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોના લિસ્ટમાં પહેલા નંબર પર પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે, ‘અવતાર’ની વર્લ્ડવાઈડ કમાણી આશરે 195 અબજ રૂપિયા છે. તેમજ રુસો બ્રધર્સના નિર્દેશનમાં બનેલી ‘Avengers Endgame’એ એક અઠવાડિયામાં આશરે 116 અબજ રૂપિયાની કમાણી કરી લીધી છે. સાયન્સ ફિક્શન ‘અવતાર’ દુનિયાભરમાં સૌથી સફળ ફિલ્મ છે.

દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો

અવતાર (2009): 195 અબજ રૂપિયા

ટાઈટેનિક (1997): 153 અબજ રૂપિયા

સ્ટાર વોર્સઃ ધ ફોર્સ અવેકન્સ (2015):  144 અબજ રૂપિયા

એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોરઃ 143 અબજ રૂપિયા

જુરાસિક વર્લ્ડ (2015): 116 અબજ રૂપિયા