ટિકિટ કપાવાથી નારાજ આ મહિલાને PMએ પૂછ્યું બહેન ઠીક છો, મહિલા સાંસદે આપ્યો આ જવાબ

બારાબંકીના હૈદરગઢની જનસભામાં BJPથી નારાજ પ્રિયંકા રાવત આખરે માની ગયા છે. બારાબંકીથી 2014ની સાંસદ પ્રિયંકા રાવત સ્ટેજ પર પહોંચ્યા અને વડાપ્રદાન નરેન્દ્ર મોદીને બુકે પણ ભેટ આપ્યો હતો. આ દરમિયાન PM મોદીએ ઊભા થઈને પ્રિયંકાના બુકેનો સ્વીકાર કર્યો અને બહેન ઠીક છો, કહીને હાલ-ચાલ પણ પૂછ્યા. તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હાં, ઠીક છું, તમારા આશીર્વાદ છે, કહ્યું અને સ્ટેજ પર બેસી ગયા.

આ જોઈને જનસભામાં હાજર કાર્યકર્તા અને સામાન્ય લોકો ઉત્સાહિત થઈ ગયા. જણાવી દઈએ કે, પ્રિયંકા રાવત તેમને ટિકિટ ના મળવાને લઈને BJPથી નારાજ હતા. તેને લઈને તેઓ વિરોધ પણ વ્યક્ત કરી ચુક્યા હતા. તેઓ સતત પોતાના ઘરે બેઠકો કરી રહ્યા હતા. જેને લઈ ગૃહમંત્રી રાજનાથ સિંહ તેમજ BJP રાષ્ટ્રીય અધ્યક્ષ શાહની જનસભામાં પણ સામેલ નહોતા થયા. એવામાં PM મોદીની જનસભામાં સામેલ થવાને લઈને અસમંજસની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. જોકે, પ્રિયંકા જનસભામાં પહોંચ્યા સાથે જ તેમણે કોઈ ફરિયાદ પણ ના કરી. આ દરમિયાન PM મોદીની સાથે પ્રિયંકા રાવત એકલી મહિલા હતી જે સ્ટેજ પર હાજર રહ્યા.