ટાટા ગ્રૂપે મિસ્ત્રી ગ્રુપના શેર ગિરવે મૂકવાના પ્રયત્ને રોકવા સુપ્રિમમાં અરજી દાખલ કરી…

ન્યુ દિલ્હી : ટાટા અને મિસ્ત્રી ગ્રુપ એક વાર ફરી ચર્ચામાં છે. મિસ્ત્રી ગ્રુપે કહ્યું કે તેમના શેર ગિરવે મુકીને ભંડોળ ભેગુ કરવાની યોજનાને ટાટા દ્વારા રોકવાનો પ્રયત્ન નાના શેરધારકોના અધિકારોના હનન અને બદલાની ભાવનાએ કરવામાં આવનારી કાર્યવાહી છે.
ટાટા ગ્રુપે મિસ્ત્રી ગ્રુપના શેર ગિરવે મુકવાના પ્રયત્નને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. શાપોરજી પલ્લોનજી ગ્રુપ(એસપી)ની પાસે ટાટા સન્સની ૧૮.૩૭ ટકા ભાગીદારી છે. ટાટા સન્સ મિસ્ત્રી ગ્રુપને પોતાના ટાટા સન્સના શેરથી ભંડોળ એકઠુ કરવાના પ્રયત્નને રોકવા માટે ૫ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીના માધ્યમથી ટાટા ગ્રુપનો પ્રયત્ન એસપી ગ્રુપને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે શેર ગિરવે મુકતા રોકવાનો છે.
એસપી ગ્રુપ વિભિન્ન કોષોથી ૧૧૦૦૦ કરોડ રુપિયા ભેગા કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કેનેડાના એક જાણીતા રોકાણકાર સાથે ટાટા સન્સમાં પોતાની ૧૮.૩૭ ટકા ભાગીદારીમાંથી એક ભાગ માટે પહેલા ફેઝમાં ૩૭૫૦ કરોડ રુપિયાના કરાર કર્યા છે. દેશના સૌથી મોટા વ્યાવસાયીક ગ્રુપમાં એસપી ગ્રુપની ભાગીદારીનું મુલ્ય ૧ લાખ કરોડ રુપિયાથી વધારે છે.
કેનેડાના રોકાણકારની સાથે એસપી ગ્રુપ દ્વારા મજબૂત કરાર કર્યાના એક દિવસ બાદ ટાટા સન્સે આ પગલું ભર્યુ છે. એસપી ગ્રુપના એક પ્રવક્તાએ કહ્યું કે ટાટા સન્સની આ વિદ્વેષપુર્ણ કાર્યવાહીનો હેતુ અમારા ભેડોળ ભેગુ કરવાની યોજનામાં અડચણ ઉભી કરવાનું છે.