જો બાઈડેને ભારતીય મૂળના વિવેક મૂર્તિને બનાવ્યા અમેરિકાના સર્જન જનરલ…

USA : ભારતીય મૂળના અમેરિકન્સને નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડેનની સરકારમાં મહત્વની જવાબદારીઓ મળી રહી છે.
હવે જો બાઈડને ભારતીય મુળના અમેરિકન વિવેક મૂર્તિને પોતાની સરકારમાં સર્જન જનરલની મહત્વની જવાબદારી સોંપી છે. કોરોના સામેના જંગમાં વિવેક મૂર્તિની ભૂમિકા ભારે અગત્યની રહેશે.આ પહેલા વિવેક મૂર્તિ અમેરિકાના કોરોના એડવાઈઝરી બોર્ડના ત્રણ સભ્યો પૈકીના એક હતા.
૨૦૧૪માં ઓબામા સરકારમાં તેમણે સર્જન જનરલનો હોદ્દો સંભાળ્યો હતો. ૨૦૧૭ સુધી મૂર્તિ સર્જન જનરલ રહ્યા હતા.એ પછી જોકે ટ્રમ્પ સરકારમાં તેમણે આ હોદ્દો છોડી દીધો હતો.જોકે બાઈડેનની ટીમમાં ફરી તેમની વાપસી થઈ હતી.
અમેરિકામાં કોરોનાનુ સંક્રમણ મોટા પાયે ફેલાયેલુ છે ત્યારે જો બાઈડેનનુ પણ ફોકસ સત્તા સંભાળ્યા બાદ કોરોનાને કાબૂમાં કરવાનુ છે.આ અંગે બાઈડેન ચૂંટણી પ્રચારમાં પણ કહી ચુક્યા છે ત્યારે વિવેક મૂર્તિ તેમાં ચાવીરુપ રોલ ભજપશે તેમ મનાઈ રહ્યુ છે.
અમેરિકામાં કોરોનાના અત્યાર સુધીમાં ૧.૪૬ કરોડ કેસ સામે આવી ચુક્યા છે અને ૨.૮૨ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુક્યા છે.બાઈડેને લોકોને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરી છે.

  • Yash Patel