જૈકી ચેન તેની અધધધ… ૨૪ અરબ રૂપિયાની સંપત્તિનું દાન કરશે…!!

લોસ એન્જલ્સ,
દુનિયામાં જાતજાતના લોકો હોય છે. જેમ સલમાન ખાને બીઈંગ હ્યૂમન એનજીઓ બનાવીને ગરીબ અનાથો અને કેન્સર હોય તેવા બાળકોની મદદ કરી છે. તેમ હૉલિવૂડમાં જૈકી ચેને પોતાની બધી સંપત્તિ દાન કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે ૮ વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ૧૯૮૨માં જૉન લી નામની યુવતી સાથે લગ્ન કર્યા. એમને બે સંતાનો પણ છે. હાલ જૈકી પાસે ૩૫૦ મિલિયન ડૉલરની સંપત્તિ છે. ભારતીય નાણાંમાં એને કન્વર્ટ કરીએ તો આશરે ૨૪ અરબ રૂપિયા થાય. આ તમામ સંપત્તિ ગરીબ અનાથોને દાન કરવાનો તેમણે સંકલ્પ કર્યો છે.

આ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, “જો સંતાન કમાઈ શકે છે તો તે પોતે પૈસા ભેગા કરશે.” જો એ લોકો કમાઈ ના શક્યાં તો આ બધા પૈસા બરબાદ કરશે.

જૈકી ચૈન હિંમતનો અંદાજ તેમના સ્વભાવ પરથી લગાવી શકાય છે. અરબોના માલિક હોવાછતાં તેમનામાં ઘમંડ નથી. તે હોંગકોંગ શહેરના બ્રાન્ડ એમ્બેસેડર છે અને સુરક્ષાગાર્ડ વિના જ ફરે છે. જ્યારે બોલિવૂડ સ્ટાર્સને મળવું તો દૂર એમના ઓટોગ્રાફ લેવાનું પણ અઘરું હોય છે.

  • Yash Patel