જે કામ ઔરંગઝેબ ન કરી શક્્યો તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છેઃ સંજય નિરૂપમ

લોકસભા ચૂંટણીનો અંત જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ નેતાઓ એકબીજા ઉપર આકરા પ્રહાર કરી રહ્યાં છે. કોંગ્રેસ નેતા સંજય નિરુપમે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા તેમને ઔરંગઝેબના આધુનિક અવતાર ગણાવ્યાં છે.
સંજય નિરુપમે કે ભાજપના લોકો રોજ નવા જૂઠ્ઠાણાં ઘડી કાઢે છે અને બનાવટી પ્રચાર કરે છે. તેમણે  કે બનારસના લોકોએ જે વ્યક્તને ચૂંટ્યાં છે એ ઔરંગઝેબના આધુનિક અવતાર છે. કારણ કે બનારસમાં કારિડોરના નામે સેંકડો મંદિરો તોડવામાં આવ્યાં. નિરુપમે  કે વિશ્વનાથ મંદિરમાં દર્શનના નામ પર ૫૫૦ રૂપિયાની ફી લાગુ કરવામાં આવી છે જે એ વાતની સાબિતી છે કે જે કામ ઔરંગઝેબ ન કરી શક્્યો એ નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે.
યૂપીએના કાર્યકાળ દરમિયાન કોઇ સર્જિકલ સ્ટ્રાઇક ન થઇ હોવાના ભાજપના દાવાને ફગાવતા નિરુપમે  કે આ ભાજપનો દુષ્પ્રચાર છે. કારણ કે સ્ટ્રાઇકની સેનાના મોટા અધિકારીઓએ પણ પુષ્ટ કરી છે.