જેટ એરવેઝને વધુ એક ફટકોઃ નાયબ સીઇઓ અમિત અગ્રવાલે રાજીનામું આપ્યુ

આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝના નાયબ સીઈઓ અમિત અગ્રવાલે રાજીનામું આપ્યુ. આ રાજીનામું એવા સમયે આપવામાં આવ્યુ જ્યારે જેટ એરવેઝ આર્થિક સંકટના કારણે જમીન પર આવી ગઈ છે. જેટ એરવેઝના કર્મચારીઓને છેલ્લા ત્રણ માસનો પગલા આપવામાં આવ્યો નથી. જેના કારણે અને કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગત દિવસે જેટ એરવેઝના કર્મચારીઓના એક ડિલિગેશને મહારાષ્ટÙના સીએમ દેવેન્દ્ર ફડનવીસ સાથે મુલાકાત કરી હતી. અને જેટ એરવેઝના કર્મચારીઓએ સીએમ દેવેન્દ્ર ફડનવીસને પોતાની Âસ્થતિ અંગે માહિતી આપી હતી. આ મુલાકાત બાદ જેટના કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે, અમે ઓછા વેતન સાથે કામ કરવા માટે તૈયાર છીએ. પરંતુ જેટ એરવેઝને ફરીવાર શરૂ કરવામાં આવે.
મહત્વપૂર્ણ છે કે, ગત દિવસે પગાર ન મળવાના કારણે ૧ હજાર ૬૦૦માંથી ૧ હજાર ૧૦૦ પાયલોટ્‌સે હડતાળ પર જવાની ચીમકી આપી હતી. નાણાકીય સંકટના કારણે જેટ એરવેઝની તમામ ઉડાન રદ કરવામાં આવી છે. જેમાં ડોમેસ્ટક અને આતંરરાષ્ટય ઉડાનનો સામાવેશ થાય છે. જેટ એરવેઝના કુલ ૧૧૯ વિમાન માથી મોટા ભાગના વિમાનને ગ્રાઉન્ડમાં પાર્ક કરી દેવામાં આવ્યા છે.