જેટ એરવેઝના કર્મચારીઓએ મુંબઇ એરપોર્ટ પર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું

જેટ એરવેઝના કર્મચારીઓએ બુધવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું. એરલાઈનના આર્થિક સંકટના સમાધાન માટે તે સરકારને આ બાબતે દખલગીરી કરવાની માંગ કરી રહ્યાં છે. એક કર્મચારીએ કે ૩-૪ મહીનાની સેલેરી મળી નથી, આ કારણે ગુજારો કરવો મુશ્કેલ થઈ ગયો છે. કેટલાક વરિષ્ઠ અધિકારીઓનું ૫ મહીનાનું વેતન બાકી છે.
એક અન્ય કર્મચારીએ કે અમે અપીલ કરીએ છીએ કે સરકાર કે કોઈ અધિકૃત સંસ્થા જેટનું સંચાલન ઝડપથી શરૂ કરવામાં મદદ કરે. અમે માત્ર દેશમાં જ નહિં સમગ્ર વિશ્વમાં સારી એરલાઈન તરીકે જેટની ઓળખ બનાવવા માંગીએ છીએ. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થોડી મદદની જરૂરિયાત છે.
અગાઉ મંગળવારે ઓલ ઈન્ડયા જેટ એરવેઝ ઓફિસર્સ અને સ્ટાફ એસોસિએશને મુંબઈ પોલિસને એરલાઈનના પ્રમોટર નરેશ ગોયલ, નિર્દેશકો અને ઓલાના અધિકારીઓના પાસપોર્ટ જપ્ત કરવાની માંગ કરી, જેથી કરીને તે દેશ છોડીને ભાગી ન શકે. ગોયલ એનઆરઆઈ છે અને સામાન્ય રીતે લંડનમાં રહે છે. સંકટગ્રસ્ત જેટ એરવેઝનો ૭૫ ટકા હિસ્સો વેચવા માટે બોલી જમા કરવાની છેલ્લી તારીખ ૧૦ મે છે. જાકે અત્યાર સુધીમાં કોઈ મોટું નામ બોલી માટે બહાર આવ્યું નથી.