જેક્લિન ફર્નાન્ડિસ પ્રિયંકા ચોપરાના ૭ કરોડના ઘરમાં શિફ્ટ થઇ…

17

મુંબઇ : પ્રિયંકા ચોપરાના જુના ઘરમાં જેકલીન ફર્નાન્ડિઝ શિફ્ટ થઇ, જેની ૭ કરોડ રૂપિયા કિંમત છે. આ ઘર મુંબઈના જુહુ વિસ્તારમાં છે. જેકલીન છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ભાડેના ઘરમાં રહેતી હતી. આ એ જ ઘર છે જ્યાં પ્રિયંકા ૨૦૧૮માં નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. આ કર્મયોગ નામની બિલ્ડિંગમાં છે.
પિન્કવીલાના રિપોર્ટ અનુસાર હાલમાં જ જેકલીન આ ઘરમાં શિફ્ટ થઇ છે. ઘરમાં મોટો લિવિંગ એરિયા અને આઉટડોર બાલ્કની છે. જેકલીન આ પહેલાં બાંદ્રામાં રહેતી હતી. પ્રિયંકાની માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ યારી રોડવાળા એપાર્ટમેન્ટમાં રહેવા જતા રહ્યા છે. માટે આ ઘર હવે જેકલીનને મળી ગયું છે. પ્રિયંકાના નજીકના લોકોના જણાવ્યા અનુસાર આ ઘર હવે પીસીનું નથી. તેણે આ ઘર વેચી દીધું હતું અને હવે જેકલીને તેને ભાડે લીધું છે.