જિલ્લા ટ્રાફિક પીએસઆઇએ ખાખીનો રોફ મારતા મામલો બિચક્યો અને સ્થળ છોડી ભાગવું પડ્યું !!!

આણંદ જિલ્લા પીએસઆઇની દાદાગીરી !! પિયાગો રિક્ષાવાળાઓ પાસેથી લેવાતો માસિક પ્રસાદ, છતાં મેમો આપતા થઇ બબાલ જિલ્લા ટ્રાફિક પીએસઆઇએ ખાખીનો રોફ મારતા મામલો બિચક્યો અને સ્થળ છોડી ભાગવું પડ્યું જીલ્લા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોના ટ્રાફિક જમાદારો સહિત ટ્રાફિક ના નામે ગેરકાયદેસર રીતે ખાનગી વાહનચાલકો પાસેથી જબરજસ્તી થી નાણાં ઉઘરાવતા પોલીસના પંટરિયાની નામાવલી જાહેર કરાશે – રિક્ષાચાલકોને ફુક્યું રણસીંગુ ટૂંક સમયમાં ACB ની થશે સફળ રેડ!!! આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ આજે ઉમરેઠ ડાકોર રોડ ઉપર 27 નંબરના ફાટક પાસે ઉભા રહી અને ત્યારબાદ છ જેટલી પિયાગો રીક્ષાચાલકો સામે કાર્યવાહીના નામે ઉમરેઠ પોલીસ મથકે લઇ આવી મેમો આપતા રીક્ષા ચાલકોમાં રીતસર રોષ ફાટી નીકળ્યો હતો, રીક્ષા ચાલકો ”સાહેબ” ને વિનંતી કરી જણાવી રહયા હતા કે અમે દર માસનો હપ્તો ચૂકવીએ છીએ તેમ છતાં મેમો આપી ગરીબના પેટ ઉપર લાત શા માટે મારો છો, અને કાર્યવાહી કરો તો બધા ઉપર કરો માત્ર છ જ રીક્ષા ચાલકો સામે કેમ ? પરંતુ કોણ જાણે કેમ અચાનક રોફમાં આવી જઈ પી.એસ.આઈ ”ફિટ” કરી દેવાની ધમકી આપતા મામલો વધુ ગરમાયો હતો

પ્રાપ્ત માહિતી મુજબ આજે ઉમરેઠ ડાકોર રોડ ઉપર 27નંબરના ફાટક પાસે આણંદ જિલ્લા ટ્રાફિકની પોલીસવેન ઉભી રહેતા ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા પિયાગો રિક્ષાચાલકોમાં ચિંતાનું કારણ હતું,અને ત્યારબાદ જિલ્લા ટ્રાફિક પોલીસે માત્ર છ જેટલી પિયાગો રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરતા રિક્ષાચાલકો નારાજ થઇ ગયા હતા તેમનું કહેવું હતું કે એકલા ઉમરેઠ વિસ્તારની અઢીસો થી વધુ પિયાગો રીક્ષા ફરી રહી છે,અને દર માસે પ્રસાદ ફરજીયાત ધરવા પડે છે,તેમ છતાં મેમો આપવામાં આવ્યો તે ગેરવ્યાજબી છે,તેમનુ કહેવું હતું કે કાંતો કાયદાનું કડક પાલન કરો નહીતો ફાયદો લીધા પછી પજવો નહીં આ મુજબની ગભરુ રીક્ષા ચાલકો વિનમ્ર ભાવે રજુઆત કરતા હતા ત્યારે કહે છે કે ટ્રાફિક પીએસઆઇ અચાનક રુઆબમાં આવી ગયા હતા અને ગરીબ અને બિચારા રિક્ષાચાલકોને ”ફિટ” કરી દેવાની ધમકી આપતા મામલો ગરમાયો હતો જોકે બાદમાં કાચું કપાઈ ગયાનું જાણતા આણંદ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ ચુપચાપ રવાના થઈ ગયા હતા

ACB વિભાગની મદદ લેવી પડશે એવું સાંભળતા પીએસઆઇ ભડક્યા શા માટે ?
કહેવત છે ને ”ચોર કી દાઢી મેં તિનકા ” પોલીસ અને હપ્તા રાજની કહાની જગજાહેર છે,પિયાગો રીક્ષા ચાલકો એસ.ટી નિગમની સમાંતર એ પણ વળી ગેરકાયદેસર રીતે મુસાફરોનું વહન કરી રહયા છે,અને તેપણ ઉઘાડા દિવસમાં નરી આંખે નજરે પડે તે રીતે અને તેમ છતાં કાયદાની વિરુદ્ધ આટલી મોટી સઁખ્યામા પિયાગો રીક્ષા ચાલે છે તે કેવી રીતે શક્ય છે ? તેનું કારણ પણ સૌ જાણે જ છે તેમ છતાં પીએસઆઇ ગોહેલ ભડક્યા શા માટે ?

ટ્રાફિક પોલીસના નામે સૈયદ દર માસે ઉઘરાણું કરતો હોવાની ચર્ચા મુદ્દો બની તો પીએસઆઇ એ” ફિટ કરી દેવાની વાત કરી લોકશાહી માં પ્રજા પોતાની રજૂઆત પણ ના કરી શકે ? ઉમરેઠ પોલીસ સ્ટેશનની પાછળ પિયાગો રીક્ષા ચાલકો આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસને વિનંતી કરી પોતાના પેટ ઉપર લાત નહીં મારવા રીતસર કાકલુદી કરતા હતા,દરમ્યાન ટ્રાફિક પોલીસના નામે સૈયદ દર માસે ઉઘરાણું કરતો હોવાની ચર્ચા મુદ્દો બની ગઈ હતી,ત્યારે કોઈ લેવા દેવા વગર આણંદ ટ્રાફિક પીએસઆઇ ગોહેલ ”અમે કોઈ પૈસા લેતા નથી” ની સફાઈ કરવા લાગ્યા હતા તેથી ટ્રાફિક પોલીસના નામે હપ્તા કોણ ઉઘરાવે છે તેવા સવાલ સાથે ACB માં ફરિયાદ કરવાનો ઉકળાટ સ્વાભાવિક રીતે નીકળ્યો ત્યારે એકદમ જિલ્લા ટ્રાફિક પીએસઆઇ ઉકળી ઉઠ્યા હતા અને ”ફિટ” કરી દેવાની ધમકી આપવા લાગ્યા હતા, ગોહેલ સાહેબ પૈસા નથી લેતા તે માન્યું પરંતુ ACB ની વાત થી તેઓ ભડક્યા શું કામ ? અહીં તેમનો દાવ ઉલટો પડતા અને મામલો વધુ બગડે તે પહેલા પોતાની ટીમ સાથે રવાના થઇ ગયા હતા, જોકે ટૂંક સમયમાં કોઈ નવાજુની થશે તેમ કેટલાક રીક્ષા ચાલકો જણાવી રહયા હતા

ચા કરતા કીટલી ગરમ આજે જ્યારે જીલ્લા ટ્રાફિક પીએસઆઇ ઉમરેઠ પોલીસ સ્ટેશનના બગીચામાં ખુરશી ઉપર બેઠા હતા,અને બિચારા ગરીબ પિયાગો રીક્ષા ચાલકો પોતાની નિયમિત પ્રસાદ ધરાવતા હોવાની આપવીતી જણાવી પોલીસ ”માઈબાપ” ને ઘટતું કરવા વિનંતી કરતા હતા ત્યારે, ટ્રાફિકનો એક જમાદાર કે જે ત્રણ જીલ્લામાં નોકરી કરી આવ્યાનો રુઆબ છાંટતો સાહેબની ઉપસ્થિતિ માં જ બેફામ બન્યો હતો તેથી એક વાત સમજાઈ રહી હતી કે અહીં સ્ટાફ ને કોઈ પણ પ્રકારનું ”કલેક્શન” કરવા માટે પીએસઆઇએ કેટલી છૂટ આપી હશે !! કહેવત છે ”કમાતો દીકરો સૌ ને વ્હાલો લાગે ” પરંતુ આવી જ ગરમી ACB ની કાર્યવાહી થાય ત્યારે બતાવે તો ખરું

ઉમરેઠ વિસ્તારમાં અઢીસો રીક્ષા સામે માત્ર 6 પિયાગો રીક્ષા સામે કાર્યવાહી ?
ઉમરેઠ બસ મથક સામેથી જ ગેરકાયદેસર રીતે પીયાગો રીક્ષામાં મુસાફરોને બેસાડાય છે તે જીલ્લા ટ્રાફિક ને કેમ નથી દેખાતું ? પિયાગો રીક્ષા સહિત ગેરકાયદેસર માલવહન કરતી ટ્રકોના પણ મોટી રકમના હપ્તા દર માસે ઉઘરાવતા હોવાની બૂમો ટ્રાફિક પોલીસ નું કામ માત્ર હપ્તા ઉઘરાવા પૂરતું સીમિત છે ? નાગરિકોમાં ચર્ચાતો સવાલ