જા હેમાને મત નહીં આપો તો હું પાણીની ટાંકી પર ચડી જઈશ ઃ ધર્મેન્દ્ર

બોલીવુડ અભિનેતા અને હિમેન તરીકે જાણીતા ધર્મેન્દ્ર પોતાની પત્ની અને એભિનેત્રીએ હેમા માલિનીના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા મથુરા પહોંચ્યા હતાં. અહીં ધર્મેન્દ્રએ ફિલ્મી અંદાજમાં મતદાતાઓને હેમાને મત આપવાની અપીલ કરી હતી.
ધર્મેન્દ્રએ કÌšં હતું કે, પંજાબથી લઈને આસામ સુધી અને કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીનો દરેક બાળક અને દરેક વૃદ્ધ ભારત દેશને પોતાની માતા સમજે અને ભારત દેશની ઉન્નતી માટે તનતોડ મહેનત કરો. આપણે ભારતને માતા કહીએ છીએ. હવે તેને માતા માનવાનું પણ શરૂ કરી દો અને તેની તરફ આંખ ઉઠાવીને જાનારાની આંખ ફોડી નાખો.
ધર્મેન્દ્રએ ફિલ્મ શોલેના વીરૂના અંદાજમાં ચૂંટણી સભાને સંબોધિત કરી. ધર્મેન્દ્રએ ગામલોકોને પોતાની બસંતી માટે મત આપવાની અપીલ કરતા કÌšં હતું કે, ગાંવવાલો અગર આપ ને હેમા માલિની કો અચ્છે વોટો સે નહીં જીતાયા તો મેં ઈસ ગાંવ કી ટંકી હૈ ના.. મેં ઉસ પર ચડ જાઉંગા. ધર્મેન્દ્રનો આ ડાયલોગ સાંભળી જનસભામાં તાળીઓનો ગડગડા થયો હતો.
ધર્મેન્દ્રના મથુરા આવવાથી ખુશ ખુશાલ હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર એક ખાસ ફોટો પણ શેર કર્યો હતો અને લખ્યું હતું કે, આજે મારા માટે ખાસ દિવસ છે. ધર્મેન્દ્રજી આજે આખો દિવસ મારા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. લોકો તેમને જાવા અને સાંભળવા બેતાબ છે. આ ફોટો મારા મથુરાના ઘર ખાતે ચૂંટણી સભામાં જતા પહેલા લેવામાં આવ્યો છે.