જાહેરનામું : આણંદ-વિદ્યાનગર-કરમસદમાં રાત્રિ કર્ફ્યુ અંગે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ…

431

કર્ફ્યુ દરમ્યાન કોણે મંજુરી અને કોણે મંજુરી નહીં… જાણો વિગતવાર…

આ જાહેરનામું સમ્રગ આણંદ જિલ્લામાં તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી લાગુ પડશે…
 • રાત્રી કરફ્યુ દરમિયાન બહાર ગામથી લાંબી મુસાફરી કરી આણંદ શહેરમાં આવતા મુસાફરોએ પોતાની પાસે રહેલ ટોલ ટેક્ષ રીસીપ્ટ અથવા જરૂરી પુરાવાઓ રજુ કરવાના રહેશે…

આણંદ : ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા આમુખ-(૧)થી ગુજરાત રાજ્યમાં કોરોના”વાઈરસને નિયંત્રણમાં લેવા સારૂ જરૂરી પ્રતિબંધ મુકવામાં આવેલ છે.આણંદ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ, શ્રી પી.સી.ઠાકોરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦પની કલમ-૩૪ અને ગુજરાત એપેડેમિક ડીસીઝ એકટ-૧૮૯૭ અન્વયેના એપેડેમિક ડીસીઝ COVID-19 રેગ્યુલેશન-૨૦૨૦ના નિયમ-૧૨ હેઠળ જાહેરનામાં નં.પીએલર/જાહેરનામા/એસ.આર./૩૮(૧)/૨૦૨૧, બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં નીચે મુજબ સુધારો કરવા અમલવારી કરવા ફરમાવેલ છે.

આથી તા.૦૭/૦૪/૨૦૧૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના ૦૮:૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધી કરમસદ નગરપાલિકા તથા વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારોમાં આવેલ શોપીંગ મોલ, સિનેમાગૃહ, બાગબગીચા, ખાણી પીણીની દુકાનો, લારી-ગલ્લા, હોટલ-રેસ્ટોરન્ટ, સ્વીમીંગપુલ, દુકાનો, ખાનગી ઓફિસો, જીમ, ધાર્મિક સ્થળો, કોમ્યુનીટી હોલ, રીક્ષણિક સંસ્થાઓ વગેરે તમામ જાહેરસ્થળો બંધ રાખવાના રહેશે. આ જાહેરનામું સમ્રગ આણંદ જિલ્લામાં તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી લાગુ પડશે.

 • ઉક્ત જાહેરનામામાં નીચે જણાવેલ સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ/સંસ્થાઓને ઉપરોક્ત જાહેરનામા માંથી મુક્તિઆપવામાં આવે છે…

 • જે પૈકી જાહેર ઉપયોગિતા જેવી કે, પેટ્રોલીયમ સીએનજી,એલપીજી, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદનઅને ટ્રાન્સમિશન એકમ, ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર પ્રારંભીક ચેતવણી એજન્સી.

 • પોલીસ, હોમગાર્ડઝ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સંરક્ષણ કેન્દ્રીયસશસ્ત્ર પોલીસ દળ, જેલો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આવશ્યક સેવાઓ.
 • જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતની તમામ તબીબી સેવાઓના તબીબો તથા તેમના સ્ટાફ,
 • મેડીકલ સ્ટોરના સ્ટાફ,મેડીકલ સ્ટોર તથા ઇ-કોમર્સ દ્વારા ફાર્માસ્યુટીકલ હોમ ડિલેવરી.
 • દુધ વિતરણ.
 • ઇલેકટ્રીક મીડીયા અને પ્રિન્ટ મીડીયા (માહિતી ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત).
 • ખાનગી સિક્યુરીટી સેવાઓ.
 • આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટીકલ તથા જે ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરૂર પડેછે.
 • અંતિમ સંસ્કારના કિસ્સામાં, ૨૦ (વીસ) જેટલા વ્યક્તિઓ ભેગા થઇ શકે તે રીતે પરવાનગી આપી શકાશે.
 • રેલ્વે અને એરપોર્ટ પર માલસામનની હેરફેર માટેની પ્રવૃત્તિઓ.
 • રેલ્વે અને હવાઇમાર્ગ દ્વારા અવર-જવર કરનાર મુસાફરોને લેવા તથા મુકવા માટે માન્ય ટીકીટ રજુ કર્યેથી મંજુરીજે માટે જ ટેક્ષી તથા રેડીયો કેબ સેવાઓ ચાલુ રહેશે.
 • ATM બેંકીંગ ઓપરેશનના IT વેન્ડરો સહિત, ATM ઓપરેશન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ
 • તમામ પ્રકારના માલ સામાનનું પરિવહન
 • ભારત સરકાર તથા ગુજરાત સરકારના વખતો વખતના સુધારા આદેશોને આધિન અપવાદો.
 • એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરફથી ફરજના ભાગરૂપે અનિવાર્ય સંજોગોમાં આવવા-જવા માટે ખાસ પરવાનોઆપવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓ.
 • રાત્રી કરફ્યુ દરમિયાન બહાર ગામથી લાંબી મુસાફરી કરી આણંદ શહેરમાં આવતા મુસાફરોએ પોતાની પાસે રહેલ ટોલ ટેક્ષ રીસીપ્ટ અથવા જરૂરી પુરાવાઓ રજુ કરવાના રહેશે.
 • સરકારી સેવાઓ માટેની માન્ય પરીક્ષાઓ આપવા જતા પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર/ઓળખપત્રના આધારે લેવા તથામુકવા જવા માટેની મંજુરી.
 • આણંદ શહેરમાં કંપનીઓના શીફ્ટીંગ યુટીવાળા કર્મચારીઓને લાવવા લઇ જવા આવતા કંપનીના વાહનો તથાતેમાં પ્રવેશ કરતા કર્મચારીઓને રાત્રી કર્ક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. પરંતુ સંબંધિત કર્મચારીઓએ તેમનાવાહનો અને તેમાં પ્રવાસ કરનાર કર્મચારીની વિગત પોલીસ કંટ્રોલરૂમમાં આપવાની રહેશે.

ઉપરોક્ત તમામ છુટછાટો સોશીયલ ડિસ્ટન્સીંગ, ફેસ કવર, હેન્ડ સેનીટાઇઝર વિગેરે સંબંધમાંમાર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની શરતે આપવામાં આવે છે.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂધ્ધ પગલા લેવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેછે.આ જાહેરનામાની બજવણી વ્યક્તિગત રીતે કરવી શક્ય ન હોય એક તરફી હુકમ કરવામાં આવે છે.

(૧) તા.૧૦/૦૪/૨૦૨૧થી લગ્ન/સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યકિતઓ એકઠાકરી શકાશે નહી. આ દરમ્યાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે.

(૨) કફર્યુના સમયના કલાકો દરમિયાન લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહી.

(૩) તા.૦૭/૦૪/૨૦૦૧થી તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી રાજકીય, સામાજિક અને અન્ય મેળાવડાઓ ઉપર સંપુર્ણ પ્રતિબંધ રહેશે.

(૪) કોઈપણ Gathering માં ૫૦ થી વધારે વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહી. આ Gatheringદરમ્યાન કોવીડ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે.

(૫) જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ (એ.પી.એમ.સી.) પણ કોવીડ-૧૯ અંગેની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

(૬) તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિ-રવિમાં બંધ રહેશે. સરકારી કચેરીઓમાંખુબજ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે.

(૭) ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા આમુખ-(૧)થી ૨૦ (વીસ) શહેરોમાં કોરોના સંક્રમણને અટકાવવા સારૂ તા.૦૭/૦૪/૨૦૧૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના ૦૮:00 કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રી કર્યુ જાહેર કરેલ જેમાં આણંદ શહેરનો પણ સમાવેશ કરેલ છે. આથી, આણંદ શહેરમાં તા.૦૭/૦૪/૨૦૧૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના૦૮:00 કલાકથી સવારના ૦૬:00 કલાક સુધી રાત્રી કફર્યું અમલમાં રહેશે.

(૮) પોલીસ અધિક્ષકશ્રી, આણંદે આણંદ શહેરને અડીને આવેલ વિદ્યાનગર નગરપાલિકાતેમજ કરમસદ નગરપાલિકા ગીચ વિસ્તાર હોય અને આણંદ શહેર સાથે સંકળાયેલ હોય, જેથી તે વિસ્તારમાં આવેલ શોપીંગ મોલ, સિનેમાગૃહ, બાગબગીચા, ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા,હોટલ-રેસ્ટોરન્ટ વગેરે તમામ જાહેર સ્થળો બંધ રાખવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે.