જાપાનીઝ એરલાઈન મોડી પડતા અમેરિકાએ ૨.૧૩ કરોડનો દંડ ફટકાર્યો…

વોશિગ્ટન : અમેરિકન સરકારે જાપાનીઝ એરલાઈનને ૨.૧૩ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફ્લાઈટને દંડ ફટકારવાનું કારણ તેના સમયમમાં વિલંબનું હોવાનું જણાવાયું છે જેને પગલે મુસાફરોને એરપોર્ટ પર પ્લેનમાં કેટલાક કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું.
આ તોતિંગ દંડ માટે પરિવન વિભાગ સાથે કરાયેલા કરાત અંતર્ગત એરલાઈનને ૪૨.૬૧ લાખ ઉધાર પેટે આપવામાં આવે છે જેથી મુસાફરોને પડતી મુશ્કેલીની ક્ષતિપૂર્તિ થઈ શકે. જો એરલાઈન એક જ વર્ષમાં ફરી આવી ભૂલનું પુનરાવર્તન કરે છે તો તેને રૂ. ૮૫.૨૩ લાખ ભરપાઈ કરવા પડે છે.
પરિવહન વિભાગે જણાવ્યું કે ખરાબ હવામાનને લીધે ૪ જાન્યુઆરીના ટોક્યોથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટને શિકાગોમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી. એરલાઈન સ્ટાફે મુસાફરોની મદદ કરવાની જરૂર હતી, પરંતુ તેમણે ચાર કલાકથી વધુ સમય સુધી કોઈ જ પગલાં ના લીધા.
૧૫મેના રોજ પણ ટોક્યો-ન્યૂયોર્ક ફ્લાઈટને વોશિંગ્ટન નજીક ડલાસ એરપોર્ટ પર ડાઈવર્ટ કરાઈ હતી. જ્યાં મુસાફરો પાંચ કલાક સુધી અટવાયા હતા. ક્રૂ મેમ્બર્સની શિફ્ટ પૂરી થઈ રહી હતી અને બીજીતરફ વિમાનમાં ફ્યૂલ ભરાઈ રહ્યું હતું. જેથી મુસાફરો હેરાન થયા હતા. ફ્લાઈટે વિલંબનું કારણ પ્રતિકૂળ હવામાન હોવાનું જણાવ્યું હતું.

  • Naren Patel