જાણો, PM મોદીએ શા માટે કહેવું પડ્યું કે, હજુ હું ચૂંટણી જીત્યો નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એમ કહેવું પડી રહ્યું છે કે હજુ ચૂંટણી જીત્યા નથી એટલે મત આપવા જરૂર જજો. મોદીએ આવું કેમ કહેવું પડી રહ્યું છે. આ પાછળનું કારણ પણ રસપ્રદ છે.

સોમવારે વડાપ્રધાન ઝારખંડના કોડરમા ખાતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે ત્રણ ચરણ પછી વિપક્ષ ગભરાઇ ગયું છે. તેમને લાગી રહ્યું છે કે હવે જીતવું અઘરૂં છે. એટલે તેઓ એવી વાત ફેલાવી રહ્યા છે કે મોદી જીતી રહ્યા છે જેનાથી લોકો મત આપવા ન જાય. પરંતુ હું તમને અપીલ કરૂં છું કે ખોટી વાતોમાં આવતા નહીં. મત આપવા જરૂર જજો.

ઉલ્લેખનીય છે કે ત્રણ ચરણના મતદાન પછી એક વાત સ્પષ્ટ થઇ રહી છે કે મોદીના વડાપ્રધાન તરીકે આવવાના ચાન્સ વધુ છે. સેફોલોજિસ્ટ સંજયસિહ કહે છે કે આ વખતે ક્યાંય મોદી લહેર દેખાતી નથી પરંતુ તેમની વિરૂદ્ધની લહેર પણ નથી. જોકે, નાના પક્ષો તરફી મતદાન થયું નથી. મોદીને મત આપનારાઓની સંખ્યા વધુ છે. આની પાછળ એવી દલીલ અપાઇ રહી છે કે મતદાનની ટકાવારી ઘટી નથી. ગત ચૂંટણી જેટલી જ ટકાવારી નોંધાઇ રહી છે. એટલે એન્ટીઇન્કમબન્સી નથી. પ્રો ઇન્કમ્બન્સી પણ નથી.

આ પરિસ્થિતિને જોતા એવો અંદાજ લગાવાઇ રહ્યો છે કે નાના પક્ષોને મત ઓછા મળી રહ્યા છે એટલે તેઓ મોદી તરફી મતદારોને ભ્રમમાં નાખવા એવી વાતો ફેલાવી રહ્યા છે કે મોદી જીતી જ રહ્યા છે એટલે હવે મત આપવા જવાની જરૂર નથી. જેનાથી મતદાન ઓછું થાય અને મોદી જીતી ન શકે. વડાપ્રધાને પોતાના ભાષણમાં એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચારીઓ પર સકંજો કસ્યો તો તેઓએ ચોકીદાર ચોર છે તેવી વાતો કરી રહ્યા છે. બધા મહામિલાવટી ગઠબંધન વાળા ભેગા થઇને કૌભાંડો જ કરવાના છે. તેઓ સેનાનું અપમાન કરનારા છે. અમારી સરકારે ઘરના ગદ્દારો અને દેશ બહારના ગદ્દારોને તેમના ઘરમાં ઘુસીને માર્યા છે.