જાણો… ક્યારે અને કેમ આવી રહ્યા છે PM મોદી ગુજરાતની મુલાકાતે…??

પહેલીવાર દિલ્હીની બહાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કોન્ફરન્સનું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સીટી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી, વિદેશમંત્રી ડો એસ જયશંકર સંબોધન કરશે. આ ઉપરાંત તમામ દેશોમાં આવેલા ભારતીય દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.

કોંફરન્સમાં ભારતીય વિદેશ મંત્રાલયની કામગીરીને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવશે. તેમજ વિદેશમાં વસતા ભારતીયો માટે મોદી સરકારના રોડમેપને લઈને પણ ચર્ચા થશે. પીએમ મોદી તમામ અધિકારીઓને માર્ગદર્શન આપશે. વિદેશ મંત્રાલય સામેના પડકારોને લઈને પણ ચર્ચા થશે. વિદેશમાં ભારતીય કમિશનરો દ્વારા થયેલા કામની પણ સમીક્ષા કરવામાં આવશે.

ગુજરાતમાં અગાઉ ગૃહમંત્રાલયની ડીજી કોંફરન્સ પણ ગુજરાતમાં યોજાઈ ચૂકી છે. ત્યારે હવે વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સનું સપ્ટેમ્બરમાં રાજ્યમાં યોજાશે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત આવશે.