જળસપાટીમાં વધારો નોંધાતા નર્મદા ડેમના દરવાજા ખોલી નંખાયા

ચોમાસાં પહેલા નર્મદા ડેમ ભરવાનું કાઉન્ટ ડાઉન શરૂ કરવામાં આવ્યું આવ્યું છે. નર્મદા ડેમને ભરી શકાય તે માટે ડેમના દરવાજાને સર્વિસિંગ માટે હાલ પુરતા ઉંચા કરવામાં આવ્યા છે. હાલ ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૧૯ મીટર કરતાં પણ વધારે હતી.
સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ ૧૧૫૦ મિલિયન કયુબિક મીટર જેટલું છે અને જરૂરિયાત પ્રમાણે જે પાણી છે તેને મુખ્ય કેનાલ મારફતે રાજ્યભરમાં મોકલવામાં આવી  છે.
ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમને ૨૦૧૭માં ગેટને બંધ કર્યા બાદ નર્મદા ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરી શકાયો નથી. જેનું મુખ્ય કારણ એ હતું કે ચોમાસું નબળું રહેતું હતું જેના કારણે નર્મદા ડેમને પુરેપુરો ભરી શકાયો ન હતો.
પરંતુ આ વર્ષે નર્મદા ડેમની જળ સપાટી ગત વર્ષ કરતા ૧૫ મીટર કરતાં વધારે ભરી શકાય તેવી શક્્યતાને લઈને હાલમાં અત્યારથી જ નર્મદા ડેમના ગેટને ધીરે ખોલીને તેમાં તેનું કામ શરૂ કરી દેવામાં આવી છે.