જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાનું ગ્રાન્ડ રિહર્સલ, પોલીસ કમિશ્નરે સમગ્ર રૂટની સમીક્ષા કરી

અમદાવાદ,
ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રાને લઇને અમદાવાદ પોલિસ કમિશ્નરની અધ્યક્ષતામાં ગ્રાન્ડ રિહર્સલ યોજાયુ હતુ. આગામી ગુરૂવાર અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળી રહ્યા છે ત્યારે તંત્રએ તૈયારીઓના ભાગરૂપે ૨૨ કિમીનુ ગ્રાન્ડ રિહર્સલ યોજ્યુ હતુ. જગન્નાથ મંદીરથી લઇને મોસાળ સરસપુર અને ત્યારબાદ સંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુર અને શાહપુર થઇને પોલિસ કમિશ્રરે સમગ્ર રૂટની સમીક્ષા કરી હતી.

રથયાત્રાના ૪૫ સ્થળો પર ૯૪ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. રૂટ પર ડ્રોનથી પણ નિરીક્ષણ કરાશે. ૧૫ કયુઆરટી ટીમ પણ તહેનાત રહેશે. ૮ પોલીસ સ્ટેશનમાં મિનિ કંટ્રોલરૂમ બનાવ્યા, ૧૭ જનસહાયતા કેન્દ્ર બનાવ્યા, રૂટ પર સીસીટીવી વાન પણ રહેશે.

રથ, હાથી, ટ્રકો, અખાડા અને ભજનમંડળીની સુરક્ષની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શિરે હોય છે. મુવીગ બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચ જેસીપી, ૫ ડીસીપી, ૧૫ એસીપી, ૩૭ પીઆઈ, ૧૭૭ પીએસઆઈ સહિત રથયાત્રાન બંદોબસ્ત રેન્જોમાં વહેંચાયો છે જેમાં દરેક રેન્જમાં એસપી કક્ષાના અધિકારીને જવાબદારી સોપાઈ છે. જેમાં ૮ આઈજી, ૨૩ ડીસીપી, ૪૪ એસીપી, ૧૧૯ પીઆઈ એમ મળી કુલ ૨૫૦૦૦ પોલીસકર્મીઓ તહેનાત રહેશે.

રથયાત્રાના રૂટ પર પોલીસ કમિશનરથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રિહર્સલ કર્યું હતું. આવતીકાલે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે. જેમાં તમામ પોલીસ કર્મીઓ, પેરા મિલિટરી ફોર્સ સહિત તમામ પોલીસ કાફલો જોડાશે. રથયાત્રા રૂટ પર ૨૫૦૦૦ પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રૂટની સુરક્ષા ૨૬ ભાગોમાં વહેચાઈ. એસઆરપી, સીએપીએફની ૨૭ ટુકડી તહેનાત કરાઈ છે. ત્રણ રથ, ૧૯ હાથી, ૧૦૦ ટ્રક, ૩૦ અખાડા, ભજનમંડળી-બેન્ડ સહિત સાત મોટરકાર રથયાત્રામાં જોડશે. મુવીગ બંદોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે.