છ બિલાડી, સાત કૂતરા અને એક બકરો લઈને આવી અમેરિકન મહિલા, હોટલ માલિકને છૂટ્યો પસીનો

વીડિયો ડેસ્કઃ આમ તો પ્રવાસીઓને આવકારવવા માટે હોટલ માલિકો તલપાપડ હોય છે. પણ અમદાવાદના શાહઆલમમાં આવેલી એક હોટલમાં અમેરિકાની મહિલા પ્રવાસી માથાનો દુખાવો બની ગઈ. કારણ એ હતું કે અમેરિકન મહિલા પોતાની પાસે પ્રાણી ઘર લઈને આવી હતી. મહિલા પોતાની પાસે છ બિલાડી, સાત કૂતરાં અને એક બકરો લઈને આવી હતી. ત્રણ રિક્ષા ભરીને મહિલાનો સામાન હોટલમાં આવ્યો હતો. પ્રાણીઓને કારણે હોટલમાં ગંદકી થતાં હોટલ માલિકે મહિલાને રૂમ ખાલી કરવા માટે જણાવ્યું હતું. જે બાદ રોષે ભરાયેલી મહિલાએ અમેરિકાની એમ્બેસીમાં ફોન કરી હોટલ માલિક સામે ફરિયાદ કરી હતી. અમેરિકાની એમ્બેસીએ અમદાવાદ પોલીસને જાણ કરતાં પોલીસ પણ હોટલમાં પહોંચી ગઈ હતી. અને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હોટલ માલિકે મહિલાને પૈસા પાછા આપવાની તૈયારી પણ દર્શાવવી. પણ મહિલાએ રૂમ ખાલી કરવાની ધરાર ના પાડી. અંતે ત્રણ દિવસ સુધી રૂમમાં રહ્યા બાદ ચોથા દિવસે મહિલાએ રૂમ ખાલી કરતાં હોટલ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.