‘છપાક’ના સેટ પરથી દીપિકાનો કિસિંગ વીડિયો વાયરલ, જુઓ વીડિયો

instagram.com/Deepika Padukone

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’નું ફર્સ્ટ લુક પોસ્ટર જ્યારથી રીલિઝ થયું છે, ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. દીપિકાના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ ફિલ્મ જલદીથી બને અને થિયેટર્સમાં આવે. એવામાં ફિલ્મ પર ફેન્સ બારીકાઈથી નજર રાખી રહ્યા છે.જ્યાં દીપિકા ફિલ્મનું શૂટિંગ કરવા પહોંચી રહી છે, ત્યાં ફેન્સના કેમેરા ફોન પહોંચી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર દીપિકાના ‘છપાક’ના શેટ પરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દીપિકા પાદુકોણ કિસિંગ સીન આપી રહી છે.