છત્તીસગઢ : ૭ નક્સલીઓ ઠાર, એકે-૪૭ સહિત અનેક હથિયારો મળી આવ્યાં…

નક્સલ પ્રભાવિત રાજનાંદગાવમાં ઘટી ઘટના, તમામના મૃતદેહો મેળવી લેવાયા…

રાયપુર,
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત રાજનાંદગાવમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જિલ્લા બળ, સીએએફ અને ડીઆરજીની જોઈન્ટ કાર્યવાહીમાં સુરક્ષાદળોએ ૭ નક્સલીઓનો ખાતમો કર્યો છે. સુરક્ષાદળોએ માર્યા ગયેલા તમામ નક્સલીઓના મૃતદેહો મેળવી લીધા છે.
આ ઘટના રાજનાંદગાવના પથાના બાગનદી અને બોરતલાવ વચ્ચે મહારાષ્ટ્ર સરહદ નજીક આવેલા શેરપાર અને સીતાગોટા વચ્ચેની છે. હકીકત, સુરક્ષાદળોને શેરપાર તથા સીતગોટા વચ્ચે પહાડીઓમાં માઓવાદીઓના છૂપાયેલા હોવાની સૂચના મળી હતી. જેના આધારે જિલ્લા બળ, ડીઆરજી અને ઈએએફની એક ટીમ આ વિસ્તાર માટે રવાના થઈ હતી. અહીં સવારે ૮ વાગ્યાથી માઓવાદીઓ સાથે અથડામણ ચાલુ છે.
અથડામણમાં ૭ આતંકીઓનો ખાત્મો થયો. આ સાથે જ સુરક્ષાદળોએ માઓવાદીઓના કેમ્પ પણ ધ્વસ્ત કરી દીધા છે. ઘટનાસ્થળેથી સુરક્ષાદળોને એકે-૪૭, ૩૦૩ રાઈફલ, ૧૨ બોર બંદૂક, સિંગલ શાટ રાઈફલ સહિત અને અન્ય ગોળા બારૂદ મળી આવ્યાં છે.