ચોખ્ખુ પાણી આપવાનાં તંત્રનાં પોકળ દાવા… પીળા-ડહોળા જળથી રહીશો ત્રસ્ત

વડોદરા વાસીઓને દુષિત પાણીથી મુક્ત નથી મળી રહી. ચોખ્ખુ પાણી આપવાનાં તંત્રનાં દાવા પણ પોકળ સાબિત થયા છે. દુષિત પાણીથી એક વ્યક્તનાં મોત બાદ પણ તંત્રની આંખ ઉઘડી રહી નથી. તેઓ એક તરફ ચોખ્ખુ પાણી આપવાની વાત કરે છે પણ આ તમામ દાવાઓ તેમનાં પોકળ સાબિત થઇ રહ્યાં છે. પાણીનાં ટાંકા અને પમ્પની સફાઇની માત્ર વાતો જ થઇ રહી છે નગરજનોને પીવાનું ચોખ્ખુ પાણી હકિકતમાં નથી મળી .
વડોદરાવાસીઓ દુષિત પાણીથી ત્રસ્ત થઇ ગયા છે. પાણીનાં ટાંકા અને પમ્પની જે સફાઇની વાતો છે તે માત્ર કાગળ પર જ છે. શહેરીજનોને દુષિત પાણી પીવાનું મળતું હોવાથી તેઓમાં રોગોનું પ્રમાણ વધુ જાવા મળી  છે.
વડોદરાનાં પૂર્વ અને દક્ષિણ વિસ્તાર છે જ્યાં ૧૦ ટાંકીઓ પાણીની મનપા આવેલી છે ખાસ કરીને પાણીગેટ, ગાંજરાવાડી, માંજરા પુર, તરસાલી, આજવા રોડ, અને વાઘોડિયાનાં રહેવાસીઓ પાણીને લઇને ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.
આ જ કારણે વડોદરામાં કમળો અને પાણી જન્ય રોગોથી દવાખાનાંમાં લોકો ઉભરાઇ રહ્યાં છે. એક વ્યÂક્તનું ઝાડા- ઉલટીને કારણે મોત પણ થઇ ગયુ છે.