ચૂંટણી પરિણામો / શૅરમાર્કેટના 8 કરોડ અને સટ્ટાબજારના અંદાજિત 2 લાખ કરોડ રૂપિયા દાવ પર

  • એક્ઝિટ પોલ આવતા પહેલાં શૅરમાર્કેટમાં ભારે તેજી જોવા મળી હતી

નવી દિલ્હીઃ

લોકસભા ચૂંટણીના પરિણામો પર શૅર અને સટ્ટામાર્કેટના 10 કરોડ રૂપિયાથી વધુ દાવ પર લાગેલા છે. પરિણામોની સોય આશાથી થોડી પણ અહીંથી તહીં થશે તો શૅર અને સટ્ટાબજારમાં ઉથલપાથલ થઇ શકે છે.

શૅર માર્કેટમાં શરૂઆતથી ઉછાળો 
એક્ઝિટ પોલ આવતા પહેલાં શૅરમાર્કેટમાં સોમવારે જોરદાર તેજી જોવા મળી. આજે નિફ્ટીમાં 1400 પોઇન્ટનો વધારો જોવા મળ્યો. શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રહ્યું. રવિવારે એક્ઝિટ પોલના પરિણામોમાં મોદી સરકાર પરત આવવાના સંકેત મળ્યા છે અને સોમવારે મની માર્કેટ ઉત્સાહ સાથે ખુલ્યું. શૅર ઇન્ડેક્સ 900 પોઇન્ટમાં પણ વધારો જોવા મળ્યો. આ પ્રકારે ઇન્ડેક્સમાં કુલ 2300 પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે.

મંગળવારે ઘટાડાએ નિરાશ કર્યા 
માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે, આટલાં પોઇન્ટના વધારાનો અર્થ એ છે કે, શૅર મની આઠથી સાડા આઠ લાખ કરોડ રૂપિયા વધ્યા છે. મંગળવારે અંદાજિત 400 પોઇન્ટના ઘટાડાએ આ ઉત્સાહમાં ફરીથી રોકાણકારોને નિરાશ કર્યા.

નિષ્ણાતોને સટ્ટામાર્કેટના આંકડા આપવામાં ખચકાટ
બીજી તરફ, મની માર્કેટ પર નજર રાખનાર સટ્ટામાર્કેટનો નક્કી આંકડો આપવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. એક અનુમાન અનુસાર, ચૂંટણી પરિણામોને લઇને ઇ્ટરનેશન સટ્ટામાર્કેટમાં અંદાજિત 2 લાખ કરોડ રૂપિયા લગાવી ચૂક્યા છે. એક્ઝિટ પોલના પરિણામોને જોતાં મોટાંભાગના પૈસા મોદી સરકાર પરત આવવા પર જ લાગ્યા છે. જો ચૂંટણી પરિણામો અંદાજ કરતા વિપરિત થયા તો સટ્ટામાર્કેટમાં ઉથલપાથલ મચી જશે.