ચૂંટણી જીત્યાના ૪૮ કલાકમાં જ આપ ના કોર્પોરેટરે રોડ બનાવડાવીને લોકોને કર્યા ખુશ…

78

સુરત : સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા મહેશ અણઘણે કોર્પોરેટર તરીકે ચૂંટાયાના ૪૮ કલાકમાં જ જોરદાર પરચો આપતાં તેમની પ્રસંશા થઈ રહી છે. ચૂંટણી પૂરી થતાં જ કોર્પોરેટરે સેવા નું કામ શરૂ કરીને ૨૪ કલાકમાં જ રસ્તાનું કામ પૂરું કરાવીને સૌની પ્રસંશા મેળશવી છે. સુરતને સાચા નગર સેવક મળ્યા છે એવી કોમેન્ટ્‌સ લોકો કરી રહ્યા છે.
વોર્ડ નંબરર ૩ના કોર્પોરેટર મહેશ અણઘણે તાત્કાલીક રસ્તા નું કામ પૂરું કરાવ્યું છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે લોકસેવાના કામો શરૂ કરતાં જનતા ખુશ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત્યાના ૪૮ કલાકમાં જ રસ્તાનું કામ પૂકું થતાં લોકોએ તેમને વધાવી લીધા છે.