ચૂંટણી અન્વયે વાહન ચેકીંગ દરમ્યાન બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કરતી વાસદ પોલીસ…

32
  • સ્થાનીક સ્વરાજ ચૂંટણી અન્વયે ઉભી કરેલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન બોલેરો ગાડીમાં પાર્સલોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટી માત્રાનો જથ્થો સાથેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાસદ પોલીસ…
  • પોલીસે કારચાલક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી…

આણંદ : શ્રી અજીત રાજ્યણ સાહેબ પોલીસ અધીક્ષક આણંદ નાઓ ધ્વારા નજીકના સમયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોય જે અન્વયે ચેક પોસ્ટ ઉભી કરી સખત વાહન ચેકીંગ કરી પ્રોહી.ની બદી દુર કરવા તેમજ ને.હા.નં .૪૮ ઉપર દારૂની હેરફેર બાબતે કડક ચેકીંગ કરવાનું સુચના આપેલ હોય. અને શ્રી બી.ડી.જાડેજા સાહેબ નાપો.અધિ. સા. આણંદ ડિવીઝન નાઓના માર્ગદર્શન મુજબ હાલમાં પ્રોહી પેટ્રોલીંગ તેમજ કડક વાહન ચેકીંગ કરવા અંગે સુચના આપેલ હોય.
જે અંગે ઉભી કરેલ પોલીસ ચેકપોસ્ટ વાસદ ટોલનાકે વાસદ પો.સ્ટે.ના પો.સ.ઈ.શ્રી પી.જ.પરમાર નાઓ સાથેના પોલીસ માણસો સાથે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન એક એક મહીંદ્રા કંપનીની બોલેરો મેક્સીટ્રક પ્લસ ગાડી નં.- સ્ૐ-૪૮-છરૂ-૯૮૮૦ ગાડીમાંથી એમોનીયા કોલ્ડ વોટર ફીસ મગની આઈટમના ખાખી કલરના સેલોટેપ તથા પ્લાસ્ટીકથી ફીટ કરેલ પાર્સલો/ બોક્ષો માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નીચે મુજબનો મળી આવતા પંચનામાં વિગતે કજે લઈ આરોપીઓ વિરુધ્ધ વાસદ પોસ્ટ ખાતે ગુનો રજિસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

પ્રોહી મુદ્દામાલ વિગત :
(૧) બ્લેન્ડર્સ પ્રાઈડ વિસ્કીની બોટલો નંગ- ૧૬૮ કિ.રૂ .૧,૧૪,૨૪૦/-(૨) રોયલ ચેન્જ ફોરેસ્ટ પ્રીમીયમ વિસ્કી બોટલો નંગ- ૧૩૮ કિ.રૂ .૪૧,૪૦૦/-(૩) મેકેનટોસ સિલ્વર વિસ્કી બોટલો નંગ- ૭૨ કિ.રૂ .૩૬,૪૩૨/- (૪) બુમ સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ- ૧૨૪૮ કિ.રૂ .૧,૫૬,૦૦૦/-મળી કિ.રૂ. ૩,૪૮,૦૭૨/-નો પ્રોહી મુદ્દામાલ)
અન્ય મુદામાલ-
(૧) બોલેરો ગાડી નંબર સ્ૐ-૪૮-છરૂ-૯૮૮૦ કિ.રૂ .૩,૦૦,૦૦૦/
(૨) એક મોબાઈલ કિ.રૂ .૨૦૦૦/
(૩) આરોપી મળેલ રોકડા રૂપીયા -૮૦૦/
કુલ્લે મુદ્દામાલ ૬,૫૦,૮૭૨-નો મળી આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-(૧) પરવેઝ અહમદ રમજાન અલી શેખ ઉ.વ .૨૮ રહે.ભિવાડી, અપના હોસ્પીટલ નજીક, ફેઝાન બિલ્ડીંગ ગેબીનગર દાંડેકાવાડી રાજ્ય- મહારાષ્ટ્ર વોન્ટેડ આરોપીઓ (૧) માણેકભાઈ મો.નં .૮૮૬૬૪૬૩ ૨૦૬ (૨) મો.નં. ૭૮૮૮૦૪૩ ૨૮૯ વાળો માણસ (૩) વિજયભાઈ રામ રહે. ભેડુરી ગામે ગડુ પાસે જી. જુનાગઢ આ કામગીરીમાં વાસદ પો.સ.ઈ.શ્રી પી.જે.પરમાર તથા છજીા અરવિંદભાઈ દાનાભાઈ બ.નં .૬૭૬ તથા હેડકો મહેંદ્રસિંહ ખુમાનસિંહ બ.નં .૫૨૬ તથા હેડકો જીતેદ્રસિંહ જટુભા બ.નં .૯૦૧ તથા આ.પો.કો.ઋષીકકુમાર ગોરધનભાઈ બ.નં .૦૫૬ તથા અ.પો.કો.મહેંદ્રસિંહ ગોવિંદસિંહ બ.નં.- ૯૬૯ તથા ડ્રા.પો.કો.જયદિપસિંહ બળવંતસિંહ વિગેરે સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.