ચીનઃ બિલ્ડિંગમાં આગ લાગી,૧૯ વર્ષના બુદ્ધિમાને ક્રેનથી ૧૪ લોકોના જીવ બચાવ્યા

ચીનનાં ફિશિન શહેરમાં એક બિલ્ડંગમાં આગ લાગતાં તેમાં ઘણાં લોકો ફસાયા હતા. આ દરમ્યાન ૧૯ વર્ષનાં એક યુવકની બુદ્ધિ અને હિંમતે એવું કમાલ કર્યુકે, બિલ્ડંગમાં ફસાયેલાં બધા જ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટના મંગળવારની છે. જ્યારે એક ૭ માળની એક બિલ્ડંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની એક દુકાનમાં આગ લાગી હતી. દુકાન ખાલી હોવાને કારણે આગ ઝડપથી ઉપર સુધી ફેલાઈ ગઈ હતી. એપાર્ટમેન્ટમાં લોકોને આગ લાગવાની જાણ તો હતી પરંતુ સીડીમાં આગના ધુમાડાના કારણે કોઈ નીચે આવી શકે તેમ હતુ નહી.
આ સમયે બલ્ડંગથી ૩૦૦ મીટર દૂર ક્રેન ઓપરેટર કામ કરી રહ્યો હતો, તે તરત જ ક્રેન લઈને ઘટના સ્થળે આવી ગયો હતો અને ક્રેનની મદદથી સળગતી બિલ્ડંગમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ક્રેન ઓપરેટરે અડધો કલાકથી પણ ઓછા સમયમાં ૧૪ લોકોનાં જીવ બચાવ્યા હતા.