ચારુસેટ ખાતે ટેકનીકલ જ્ઞાન મહોત્સવ – કોગ્નિઝન્સ ૨૦૧૯નો ભવ્ય પ્રારંભ…

ચારુસેટ સ્થિત ચંદુભાઈ એસ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી અને દેવાંગ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રીસર્ચ રાષ્ટ્રીય સ્તર ની ટેકનીકલ મહોત્સવ કોગ્નાઈઝંસ ૨૦૧૯ તા. ૧૩ તથા ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ યોજવામાં આવેલ હતી. જેનો શુભારંભ કેળવણી મંડળના વાઈસ પ્રેસીડેન્ટ શ્રી સી.એ.પટેલ, સેક્રેટરી ડૉ. એમ. સી. પટેલ, પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, સી. એસ. પી. આઈ. ટી. ના પ્રિન્સિપાલ ડૉ. એ. ડી. પટેલ, ડેપસ્ટારના પ્રિન્સીપાલ અને ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનિયરીંગ ના ડીન ડૉ. અમિત ગણાત્રા, જોઈન્ટ સેકટરી શ્રી ધીરુભાઈ પટેલ, શ્રી આર.વી.પટેલના ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

કોગ્નિઝન્સ ૨૦૧૯માં ભારતના પાંચ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજેસ્થાન અને પંજાબના ૨૦ યુનિવર્સીટીના ૧૫૦થી વધુ કોલેજોના લગભગ ૬૦૦૦થી વધારે ઈજનેરી અને અન્ય પ્રોફેશનલ વિદ્યાશાખાના વિધાર્થી ભાઈઓ – બહેનોએ ભાગ લીધો હતો. કોગ્નિઝન્સના કન્વીનર ડૉ. એ.ડી.પટેલ અને ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીગના ડીન ડૉ. અમિત ગણાત્રાના માર્ગદર્શનમાં આયોજીત કોગ્નિઝન્સમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી ઇવેન્ટમાં રોબોટિક ઇવેન્ટ – રોબોરેસ છે. ૨૦૦૬ થી શરૂ થયેલ કોગ્નિઝન્સના અંતર્ગત દર વર્ષે સપ્ટેમબરમાં યોજાય છે. જે ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય ટેકનિકલ ફેસ્ટમાનો એક છે.