ચાદર ઓઢીને પોલીસ અધિકારી આગમાં કૂદી પડ્યો, લોકો કરી રહ્યા છે પ્રશંસા

સોશિયલ મીડિયા પર એક પોલીસ અધિકારીન બહાદુરીનો એક કિસ્સો હાલ વાયરલ થઇ રહ્યો છે. લોકો અખિલેશ કુમાર દિક્ષિતની ઘણી પ્રશંસા કરી રહ્યાં છે જે ઉત્તર પ્રદેશ પોલીસમાં સબ ઇન્સપેક્ટર છે. આ ઘટના 3 મે ના રોજની છે જ્યારે અખિલેશની બહાદુરીના લીધે મોટી દુર્ધટના ટાળવામાં આવી હતી. યુપીના ગ્રેટર નોઇડા સ્થિત એક ઘરમાં આગ લાગી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળ પહોંચી તો જાણવા મળ્યું કે અંદર LPG ના બે સિલિન્ડર છે. આ સિલિન્ડર ફાટે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી. એવામાં બળી રહેલા ઘરમાં ઘુસીને PSI અખિલેશ કુમારે આ બંને સિલિન્ડરને બહાદુરી પૂર્વક ઘરની બહાર કાઢ્યા હતા.

પોલીસ ઘટનાસ્થળે બપોરના 3.15 પર પહોંચી હતી. આ દરમિયાન લોકોએ ઘરને ઘેરી લીધું હતું અને આગ ઓલવવાની તૈયારી કરતા હતા. આગ ઓલવી રહેલા એક શખ્સે પોલીસ અધિકારીઓને કહ્યું કે ઘરની અંદર બે LPG સિલિન્ડર છે. PSI અખિલેશકુમારે એક ચાદર લીધી અને તુરંત ઘરમાં ઘુસી ગયા હતા. જ્યારે તેઓ બહાર નીકળ્યા તો તામના બાથમાં LPG સિલિન્ડર હતા. તેમની આ બહાદુરીના લીધે એક મોટી દુર્ઘટના ટળી હતી.

આ ઘટનાની એક પોસ્ટ ટ્વીટર પર પણ શેર કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે બિલાસપુરના ઇન્ચાર્જ અખિલેશ દિક્ષિતની બહાદુરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી, આ બહાદુરી માટે તેમનું સન્માન થવું જોઇએ.