ચાતુર્માસ : જીવન વિકાસ માટેનું પવિત્ર પર્વ…

  • ચોમાસાના ચાર માસ- ચાતુર્માસમાં સમગ્ર સૃષ્ટિની અને તે કારણે આપણી મનની સ્થિતિ કાંઇક વિશિષ્ટ હોય છે…

ચોમાસાના ચાર માસ- ચાતુર્માસમાં સમગ્ર સૃષ્ટિની અને તે કારણે આપણી મનની સ્થિતિ કાંઇક વિશિષ્ટ હોય છે. નદી,નાળાં,સાગર જેમ નવા પાણીથી છલકાઇ ઊઠે છે અને સેવાર્થે ખળખળ વહે છે તેમ આપણા અંતઃકરણમાં પણ ભગવાન માટે ભાવ પ્રેમ અને આદરનાઝરણાં ખળ ખળ વહેવા માંડે છે. હજી સુધી ગરમીથી આકાશમાંથી અગન ગોળા વરસતા હતા.પૃથ્વીમાંથી ભઠ્ઠી જેવી ગરમીની લહરો ઊઠતી હતી,ત્યાં જ અષાઢ માસ આવતાંજ આકાશમાંથી કરૂણા સાગર પરમ કૃપાળું પ્રભુના વાત્સલ્યનીધાર સૃષ્ટિ ઉપર વર્ષા રૂપે વહેવા લાગી. જીવનના દરેક સંબંધો સ્વાર્થ અને લેવડ દેવડના ત્રાજવે તોલનારો માણસ આ જોઇ ભાવવિભોર બની નાચી ઊઠે છે. મનમાં વિચારવા લાગે કે પ્રભુ ! તારી આ સૃષ્ટિ સંયમ, ત્યાગ,તપશ્ચર્યા વિનાનાં જીવનથી મેં સાવ મલિન કરી દીધી. તારોપ્રેમ,તારું મારા ઉપરનું ઋણ, તને આપેલો શબ્દ,બધુંનેવે મૂકીને હું તો બેફામ બન્યો. તારી આપેલી બુધ્ધિ શક્તિ, વિત શક્તિ, વિચારશક્તિ, તારાં જ કામે વાપરવાને બદલેસ્વાર્થ બુધ્ધિથી મારા કામે વાપરવા લાગ્યો. છતાં તું કરૂણાસાગરછે-માવતર, કમાવતર ના થાય તેથી તેં પ્રેમથી જલધારા વહેવડાવી!! માણસઆખરે તો પ્રભુનું શ્રેષ્ઠ સર્જન તો ખરૂ ને ?તેથી મહાપુરૂષના સાંભળેલા પ્રવચનો અને તેમાંથી જાગેલીકૃતજ્ઞતા – ભગવાન માટેની આભારવશતા માણસને ઢંઢોળતી હોય છે. તેથી ચાતુર્માસમાંમાણસને થાય, ભગવાન તારો આ નિઃસ્વાર્થ પ્રેમ હું કેમ ભૂલી શકું? તારો હાથ ફર્યો ને સુક્કી ભઠ્ઠ જેવી ધરતીએ જાણે લીલી સાડી ઓઢી લીધી, અને આંખને ટાઢક વળે તેવું વાતાવરણ છવાઇ ગયું. તારો પ્રેમ જચારે બાજુ લીલી ધરતીના રૂપે છવાયેલો દેખાય છે.કેવો સંયોગ ! આકાશમાંથીવહેતી વાત્સલ્યસાગર પ્રભુના પ્રેમની ધારા અને આંખમાંથી વચનભંગ થયેલા માનવીના પશ્ચાતાપના આંસુનીધારા..? પ્રભુપ્રેમથી ભીંજાયેલો સાત્વિક માણસ સત્કાર્યનુંવ્રતલે..!!ભગવાન ! બે ટાઇમ ઠીકેઠીક થાળી ભરીને દાળ-ભાત, પુરી, શાક ખાવાનું,બનાવવાના અને ખાવાના સમયમાં કાપ મૂકીને હું નક્કી વ્રત લઇશ. કે કૃપાસાગર પ્રભુનું નામ સ્મરણ વધારે ને વધારે કરીશ.ખાવા પીવામાં કે બીજી બાબતોમાં સમય ઓછો ગાળીશ. ચાતુર્માસમાં આ દ્રષ્ટિથી આપણા શાસ્ત્રકારોએ આ દિવસોને પવિત્ર ગણ્યા અને વધુને વધુ સત્કર્મો કરવાની દ્રષ્ટિ અને સમજણ આપ્યા. વ્રતએકટાણાંથી માણસની સંયમશક્તિ અને પ્રલોભનો સામે લડવાની શક્તિ વધુ દ્રઢ બને છે. જીવનવિકાસ કરીને પ્રભુ સુધીપહોચવાના માર્ગમાં સંયમતો મોટી નિસરણી છે. નાના નાના વ્રતો અને બંધનો દ્વારા મનોબળ દ્રઢ થાય છે. ઈન્દ્રિય નિગ્રહ વધે છે. શિવજી પાસે ઈન્દ્રિય નિગ્રહવાળા કાચબાને તેથીજ સ્થાન મળ્યું છે.

  • શાસ્ત્રોનોપૂર્ણ અભ્યાસ કરેલા ધર્મપુરુષો સમજાવે છે કે એકટાણું કે એકાદશી કે ચાલુ વ્રતોથી પુણ્ય મળે છે કે પાપ ધોવાય છે…

શાસ્ત્રોનોપૂર્ણ અભ્યાસ કરેલા ધર્મપુરુષો સમજાવે છે કે એકટાણું કે એકાદશી કે ચાલુ વ્રતોથી પુણ્ય મળે છે કે પાપ ધોવાય છે.આવી વાતોનો આપણા ગ્રંથોમાં ક્યાંય ઉલ્લેખ દેખાતો નથી.શું ખાવું ?શું ન ખાવું તેને ધર્મ સાથે જોડી દેવાયું છે. તેનાથીભારે ગોટાળો થયો છે. હું આટલા વ્રત કરું કે આટલું પ્રભુ સ્મરણ કરું તો મારું સારું થાય કે મને પુણ્યમળે, કે મારા પાપ બળી જાય,આવી માન્યતાઓ અને અપેક્ષાઓથી કદી જીવન વિકાસન થાય, એમ શાસ્ત્રકારોસમજાવેછે. સાવ પ્રાથમિકકક્ષાની વિચારસરણીમાં આવું બધું ચાલે !! સત્કાર્ય, પ્રભુ સ્મરણ,પ્રભુનો નામજપ,આ બધાના પાયામાંઈશ્વરપ્રત્યેની કૃતજ્ઞતા અને ભાવ મહત્વના છે. સ્વાર્થ, પ્રલોભન, અપેક્ષા અને ફાયદાથી ખરડાયેલી ભક્તિપ્રભુ સુધીતો ન જ પહોંચાડે, પણ જીવન વિકાસ પણ સંભવે નહીં.પ્રેમમાં કદી કરારહોય ? હાં, એટલું જ સાચું છે કે વ્રતએકટાણાંથી દ્રઢ મનોબળ કેળવાયછે.જે પ્રભુ ભક્તિ માટેનો આવશ્યકગુણછે. વ્રતની સાચી વ્યાખ્યાએ છે કે વ્રત સ્વીકારેલા માણસો ગમે તેવા પ્રલોભનોને લાત મારીને પણ ઈશ્વર પ્રેમઅને ભગવદસ્પર્શી વિચારો લઈને હજારો નહીં, લાખોની સંખ્યામાંદૂરદૂરના ગ્રામ્ય વિસ્તારમાં ભાવફેરી અને ભક્તિફેરીમાંજાયછે. પોતાના જ ખર્ચે અને પોતાની જમવાની વ્યવસ્થા સ્વયં ગોઠવીને ગામડામાં વ્રત તરીકે બારેમાસ જનારો આવો મોટો વર્ગ આજના યુગનું સુખદ આશ્વર્ય છે. ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા સમજીને અને પોતાની બુધ્ધિ, સમય અને શ્વાસોશ્વાસસંસ્કૃતિના કાર્યમાં નિઃસ્વાર્થ ભાવે વાપરનાર આવો સાત્વિક વર્ગ જીવનવિકાસના ફળ માણતો રહે છે.