ચંદ્ર સંકોચાઇ રહ્યો છે,માણસના ચહેરા પર કરચલીઓ પડે તેવી કરચલીઓ પડી રહી છે

અમેરિકન અવકાશી સંસ્થા નાસાએ ચંદ્રની ૧૨૦૦૦ જેટલી તસવીરોનો અભ્યાસ કર્યા બાદ એવો હેરત અંગેજ ખુલાસો કર્યો છે કે, ચંદ્ર સંકોચાઈ રહ્યો છે. તેના પર વૃધ્ધ થતા માણસના ચહેરા પર કરચલીઓ પડે તેવી કરચલીઓ પણ પડી રહી છે.
નાસાએ ચંદ્રનુ નિરિક્ષણ કરતા લ્યુનાર રિકોનિસેંસ ઓર્બિટરે લીધેલી તસવીરોનો સ્ટડી કર્યા બાદ ઉપરોક્ત તારણકાઢ્યુ છે. નાસાને જાણવા મળ્યુ છે કે, ચંદ્રના ઉત્તરી ધ્રુવ પાસેના બેસિનમાં તિરાડો પડી રહી છે અને તે પોતાની જગ્યાથી ખસી પણ રહી છે. મારે ફ્રિગોરિસ નામના આ બેસિનને મૃત સ્થળ મનાય છે.
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે પોતાની ઉર્જા ગુમાવવાના કારણે ચંદ્ર છેલ્લા લાખો વર્ષોમાં ૫૦ મીટર સુધી સંકોચાયો છે. યુનિવર્સિટી ઓફ મેરી લેન્ડના સંશોધક નિકોલસ ચેમરનુ કહેવુ છે કે, એવુ પણ શક્્ય છે કે. ચંદ્રના પેટાળમાં લાખો વર્ષો પહેલા જે પણ ભૂસ્તરીય હિલચાલો થઈ હતી તે હજી પણ ચાલુ હોય.
સૌથી પહેલા એપોલો મિશનના ભાગરૂપે અવકાશયાત્રીઓએ ચંદ્ર પરની ભૂસ્તરીય હિલચાલને ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં માપવાનુ શરુ કર્યુ હતુ.